Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
વાયુની હાજરી હોય અને વીજળીથી લાઈટ-પ્રકાશ ચાલુ થાય તો બલ્બ ફૂટી ગયા પછી વીજળપ્રવાહ ચાલુ હોવા છતાં બલ્બ કેમ ચાલુ થતો નથી ?” પરંતુ આ શંકા અસ્થાને છે. આનું કારણ એ છે કે બલ્બની અંદર અગ્નિને સળગવામાં જેટલા પ્રમાણમાં વાયુની આવશ્યકતા હોય છે તેના કરતાં અતિ વધુ પ્રમાણમાં બહારનો વાયુ અથવા બલ્બમાં પ્રકાશમાન એવા ટંગસ્ટન તારનો વિરોધી વાય, બલ્બ ફૂટી જતાં ત્યાં ભેગો થવાથી લાઈટ બંધ થઈ જાય છે. વાયુ હોય ત્યાં જ અગ્નિ સળગી શકે - આ સિદ્ધાન્ત માન્ય હોવા છતાં જેમ ચીમનીવાળું સળગતું ફાનસ ચીમની ફૂટી જતાં બહારના વેગવંતા પવનના વધુ જથ્થાથી બૂઝાઈ જાય છે. તે રીતે ઉપરોક્ત બાબત સમજી શકાય છે.
માણસ ભોજન-પાણીના આધારે જીવે છે. પણ અતિ વધુ પ્રમાણમાં ભોજન-પાણી લેવામાં આવે તો તે જ ભોજન-પાણી માણસના મોતનું કારણ બની શકે છે. તેમ વાયુ હોય ત્યાં જ અગ્નિકાય ઉત્પન્ન થાય - આ વાત સાચી. પણ આવશ્યકતા કરતાં અતિ વધુ પ્રમાણમાં વાયુનું દબાણ આવે તો અગ્નિકાય ઓલવાય જાય. ડુંક મારવાથી દીવો બુઝાઈ જ જાય છે ને ! તેલથી ચાલતા દીવા ઉપર તેલનો ડબ્બો એકી સાથે ઊંધો વાળી દેવામાં આવે તો દીવો પણ બુઝાઈ જ જાય છે ને ! માટે તો “તિ સર્વત્ર વર્જયેતુ' આવી કહેવત પડી છે. જો કે આ વાત અમે અહીં જનસામાન્ય સમજી શકે તે આશયથી લૌકિક દૃષ્ટિએ બતાવેલ છે. આ વાત વાચકવર્ગે ખાસ ધ્યાનમાં લેવી.
પરંતુ આ જ ઘટનાને સાયન્સની દૃષ્ટિએ મૂલવવી હોય તો એમ કહી શકાય કે વાયરમાંથી ઈલેકટ્રીસીટી પસાર થતી વખતે જો બલ્બ ફૂટેલો હોય તો બહારના અન્ય પ્રતિકૂળ વાયુના સંપર્કથી
(૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org