Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
Science Encyclopedia 42rl8 Hi Electricity Chapter (પૃષ્ઠ-૨૨૮) માં જણાવેલ છે કે 'Lighting is a form of electricity.'
અર્થાત્ આકાશીય વિજળી એ ઈલેક્ટ્રીસીટીનો જ એક પ્રકાર છે.
આમ વિજ્ઞાનની દૃષ્ટિએ તો આકાશમાં થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી ઈલેકટ્રીસીટી એક જ છે. આટલું નિશ્ચિત થાય છે.
વૈજ્ઞાનિક ડો. દોલતસિંહજીનો અભિપ્રાય
તા.૫-૭-૨૦૦૨માં પ્રકાશિત “સમ્યગ્દર્શન' માસિકમાં જણાવ્યા મુજબ દિલ્હી વિશ્વવિદ્યાલયના કુલપતિ, વિશ્વવિદ્યાલય અનુયોગ આયોગના અધ્યક્ષ, ઉચ્ચ કોટિના વૈજ્ઞાનિક ડો. દોલતસિંહજી કોઠારી પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે વિજ્ઞાન સચિત્ત-અચિત્તની પરિભાષા વિચારતું નથી. માટે જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિદ્યુતને અચિત્ત કહેવાનો કોઈ અધિકાર નથી. હા, એટલું જરૂર કહી શકાય છે કે આકાશીય વિદ્યુત અને પ્રયોગશાળાની વિદ્યુત- આ બન્ને એક જ છે. જો શાસ્ત્રીય દૃષ્ટિથી આકાશની વીજળી સચિત્ત હોય તો પ્રયોગશાળા વગેરેની વિજળી પણ સચિત્ત છે.”
(સમ્યગ્દર્શન- માસિક, તા.૫-૭-૨૦૦રમાંથી સાભાર ઉદ્ધત) • પન્નવણા-જીવાભિગમ મુજબ ઈલેક્ટ્રીસીટી સચિત છ
તથા આગમની દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો વીજળી સચિત્ત જ છે. કેમ કે પન્નવણા સૂત્રમાં પ્રથમ પદમાં તથા વાભિગમસૂત્ર (પ્રથમ પ્રતિપત્તિ-સૂત્ર-૨૫)માં “૩ા, વિષ્ન, સી.....” ઈત્યાદિરૂપે વીજળીને બાદર તેઉકાય જીવ તરીકે જ ઓળખાવેલ છે. 9. THE USBORNE INTERNET- LINKED SCIENCE ENCYCLOPEDIA Published by : USBORNE Publishing Ltd., Usborne House, 83-85 Saffron Hill, London ECIN SRT, England.
(૩૩
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org