Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
અગ્નિને વિધ્યાતઅગ્નિ (=સુષુપ્ત અગ્નિકાય જીવ) સ્વરૂપે પિંડનિર્યુક્તિ (ગાથા-પ૯૧) ગ્રંથમાં શ્રી ભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે. ત્યાં સચિત્ત બાદર અગ્નિકાય વિદ્યમાન હોવાથી જ રાખથી ઢાંકેલા સળગતા અંગારા ઉપર ઘાસલેટ કે પેટ્રોલ રેડવામાં આવે તો તરત જ ત્યાં ભડકો-પ્રકાશ-ગરમી ઉત્પન્ન થાય છે.
તે જ રીતે તીવ્રતમ DC (Direct Current) ઈલેક્ટ્રીસીટી કે AC (Alternating Current) જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા વાયરને પૂરતા પ્રમાણમાં ઓઝોન વાયુનો સંપર્ક થાય તો તે ખુલ્લા વાયરમાંથી ભૂરા (Blue) રંગનો પ્રકાશ કોરોના ઈફેક્ટથી આપમેળે પ્રગટ થતો જોવા મળે જ છે. જંગલની આસપાસના વાતાવરણમાં કુદરતી રીતે ઉત્પન્ન થતા પ્રચુર ઓઝોનના લીધે ખાસ કરીને શિયાળાની રાતે અત્યંત વહેલી પરોઢે તીવ્રતમ AC પાવરવાળા ખુલ્લા વાયરમાંથી ભૂરા રંગનો પ્રકાશ નીકળતો દેખાય છે. ખુલ્લા ટ્વસ્ટેડ વાયરમાંથી અત્યંત વેગથી પ્રવાહમાન ઘર્ષણયુક્ત ઈલેક્ટ્રીસીટી પૂર્વોક્ત (જુઓ પૃષ્ઠ-૪) વિધ્યાત અગ્નિકાય જીવ જ છે. તેથી જ ઓઝોન સ્વરૂપ ઈંધણના સંપર્કમાં આવતાવેંત તે ભૂરા પ્રકાશ સ્વરૂપે દેખાય છે.
તથા તીવ્ર વેગથી ઘર્ષણપૂર્વક AC પાવર જેમાંથી પસાર થાય છે તેવા વાયરના માધ્યમથી બલ્બમાં રહેલ ફિલોમેન્ટમાં વીજળી આવતાં જ ત્યાં તરત ઉષ્ણતા-પ્રકાશ વગેરે પ્રગટે છે. શોર્ટ સરકીટથી આગ લાગવાના કિસ્સાઓ પણ બનતા જ હોય છે. લીકેજ થયેલા કે તૂટી ગયેલા બે વાયર જો ભેગા થાય અને તેમાંથી ઈલેકટ્રીસીટી પસાર થતી હોય તો તેમાંથી ભડકો થતો-તણખાં ઝરતાં દેખાય જ છે. તેથી ઈલેક્ટ્રીસીટી તેઉકાયજીવ સ્વરૂપ જ સિદ્ધ થાય છે. ખરેખર આવી બાબતો દ્વારા તેઉકાયજીવને સમજવા માટે સૂક્ષ્મબુદ્ધિની જરૂર પડે તેમ છે.
(૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org