Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
શકાય. કારણ કે ઘર્ષણ વિના પણ સૂર્યપ્રકાશ અને મેગ્નીફાઈંગ ગ્લાસના માધ્યમથી તથાવિધ તેઉકાયયોનિ થતાં ત્યાં તેઉકાય જીવ ઉત્પન્ન થાય જ છે. પરંતુ ઉપરોક્ત આગમવચનનો અર્થ એટલો જ કરવો અભિપ્રેત છે કે “અમુક પ્રકારના અગ્નિકાયના જીવો ઘર્ષણથી ઉત્પન્ન થાય છે.' ઘર્ષણથી ઉત્પન્ન થતા જે પદાર્થમાં ગરમી, દાહકતા વગેરે મહત્તમ ગુણધર્મો જોવા મળે તેને ઘર્ષણજન્ય અગ્નિકાય તરીકે સમજવા- આવું જ અર્થઘટન પન્નવણાસૂત્રના “સંઘરિસમુદ્રિ' વચન દ્વારા શાસ્ત્રકારોને માન્ય હોય તેવું નિશ્ચિત થાય છે.
ભલે ટરબાઈનના માધ્યમથી એક વિશિષ્ટ પ્રકારના ઘર્ષણથી ઉત્પન્ન થતી વીજળીની = તેઉકાયની પન્નવણાસ્ત્રોમાં કે જીવાભિગમસૂત્રમાં નામ લઈને, વાત કરી ન હોય. પણ પન્નવણા સૂત્રમાં પૂર્વધર શ્યામાચાર્યજીએ બાદર તેઉકાયના અનેક પ્રકારો વિસ્તારથી બતાવ્યા બાદ છેલ્લે અત્યંત સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ છે કે “ને વાવને તUTIR...' અર્થાત્ “જે બીજા પણ પદાર્થો ઉપરોક્ત રીતે ઉષ્ણતા, દાહકતા વગેરે લક્ષણવાળા હોય તે બાદ તેઉકાયરૂપ સમજવા.” કેટલી દીર્ઘદૃષ્ટિથી સ્પષ્ટ શબ્દોમાં અગ્નિકાય જીવની ઓળખાણ પન્નવણાસૂત્રમાં મળે છે ! જીવાભિગમસૂત્રની પ્રથમ પ્રતિપત્તિના રૂપમાં સૂત્રમાં પણ આ જ શબ્દો જોવા મળે છે.
જ ઈલેક્ટ્રીસીટીની સજીવતા તર્કસિદ્ધ
વળી, બીજી એક વાત પણ અહીં સમજવા જેવી છે કે પુષ્કળ રાખથી ઢાંકેલા સળગતા અંગારામાં પ્રકાશ-ગરમી વગેરે તેઉકાયના લક્ષણો સ્પષ્ટપણે ન દેખાવા છતાં તે સચિત્ત બાદર અગ્નિકાય સ્વરૂપે જ નિર્વિવાદસ્વરૂપે તમામ જૈનોને માન્ય છે. આ ૧. અહીં આટલું ધ્યાનમાં રાખવું કે સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, આગિયાનો પ્રકાશ, જઠરાગ્નિ,
તાવની ગરમી વગેરે સચિત્ત તેઉકાયસ્વરૂપ નથી. આવો ઉલ્લેખ અન્ય શાસ્ત્રોમાં મળે છે. માટે તેની અહીં બાદબાકી સમજી લેવી. વિશેષ સ્પષ્ટતા માટે જુઓ પૃષ્ઠ-૫૪ થી ૨૮
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org