Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
જાતનું પ્રબળ ઘર્ષણ ઊભું થવાથી ત્યાં ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થાય છે. પાણી જેટલા વધુ વેગથી પડે તેમ ટરબાઈન વધુ ઝડપથી ફરે. જેમ જેમ ટરબાઈન વધુ વેગથી ઘૂમે તેમ તેમ મેગ્નેટીક ફિલ્ડમાં ગોઠવાયેલ કન્ડક્ટીંગ રોડ વધુ ઝડપથી ફરે. જેમ જેમ કન્ડકટીંગ રોડ વધુ વેગથી ઘૂમે તેમ તેમ મેગ્નેટીક લાઈન્સ ઓફ ફોર્સમાં પ્રબળ ઘર્ષણ ઊભું થવા દ્વારા ચુંબકીય પ્રેરણરેખાઓ (મેગ્નેટીક લાઈન્સ) ઝડપથી કપાય છે. જેમ જેમ મેગ્નેટીક ફિલ્ડમાં ગોઠવાયેલ મેગ્નેટીક લાઈન્સ ઓફ ફોર્સમાં ઝડપથી પ્રબળ ઘર્ષણ ઊભું થવાથી ચુંબકીય રેખાઓ ઝડપથી કપાય છે તેમ તેમ વધુ પ્રમાણમાં ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થાય છે.
અહીં બીજી એક વાત નોંધમાં રાખવી કે ચુંબકીય રેખાઓ (Magnetic lines) પણ પ્રભા, છાયા, આતપ, ઉદ્યોત, પ્રકાશ, તરંગ, શબ્દ વગેરેની જેમ, જૈનમતાનુસાર દ્રવ્યસ્વરૂપ જ છે. ચુંબકીય રેખાઓ કાંઈ ભાવસ્વરૂપ પર્યાયસ્વરૂપ નથી. કેમ કે ભાવ કાંઈ દ્રવ્યમાંથી છૂટો પડીને બહાર નીકળી શકતો નથી. કાપડનો શ્વેત વર્ણ (=પર્યાય) કાંઈ કાપડ (દ્રવ્ય)ને છોડીને બહાર નીકળતો નથી. જ્યારે ચુંબકીય રેખાઓ તો મેગ્નેટની બહાર નીકળે છે. માટે તે પર્યાય (ભાવ) સ્વરૂપ નથી પણ દ્રવ્યાત્મક જ છે. જૈનાગમ મુજબ, જેમ આપણા શરીરમાંથી દ્રવ્યાત્મક છાયાપરમાણુઓ નીકળે છે કે જેના લીધે પ્રતિબિંબ-ફોટો વગેરે પડી શકે છે, તેમ લોહચુંબકમાંથી દ્રવ્યાત્મક ચુંબકીય રેખાઓ નીકળે છે કે જેના લીધે લોહચુંબક લોખંડને ખેંચી શકે છે.
અહીં અન્ય એક વાત ધ્યાનમાં રહે કે ગતિ અને ઘર્ષણ બન્ને જુદી વસ્તુ છે. પરંતુ કોઈ પણ મૂર્ત પદાર્થ ગતિ કરે તો તે ઘર્ષણ અવશ્ય ઉત્પન્ન કરે જ છે. પુદ્ગલની ગતિ ઓછી હોય તો ઘર્ષણ ઓછું હોય તથા ગતિ વધારે હોય તો ઘર્ષણ વધારે હોય.
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org