Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
અવાર-નવાર થાય જ છે. નાના નાના તણખાઓ ત્યાં ઉત્પન્ન થયે જ રાખે છે. Arking નું પ્રમાણ વધી જાય તો વાયર પણ સળગી જતા હોય છે | બળી જતા હોય છે. આ વાત ISRO (Indian Space Research Organization) - P.C.E.D. વિભાગમાં કાર્ય કરનારા સ્પેસ-શટલના પ્રોગ્રામમાં બાહોશ વૈજ્ઞાનિક શ્રી પંકજભાઈ શાહ અને શ્રી કિશોરભાઈ દોમડીયા (સાયન્ટીસ્ટ એજીનીયર S.F.) દ્વારા જાણવા મળી છે. બહુ સરસ વાત છે. ઓક્સિજનાદિથી રહિત શૂન્યાવકાશમાં પણ સેટેલાઈટની અંદર પણ તણખા સ્વરૂપે અગ્નિકાય જીવો ઉત્પન્ન થઈ જ જાય છે. શૂન્યાવકાશમાં પણ સેટેલાઈટમાં arking ઘટાડવા માટે સાયન્ટિસ્ટોએ પણ ઘણી મથામણ કરવી પડે છે. ખરેખર, ઉત્પન્ન થતો અગ્નિકાય પોતાને પ્રાયોગ્ય વાયુ કોઈ પણ સ્થાનમાં, કોઈ પણ રીતે મેળવી જ લે છે. આવું જણાવવાના આશયથી જ શ્રી અભયદેવસૂરિજી મહારાજે ભગવતીસૂત્રવ્યાખ્યામાં “યત્ર નઃ તત્ર વાયુ?' (શત. ૧૬/ઉ.૧/સૂ.૩૬૨) આવું જણાવેલ છે. આટલું નિશ્ચિત થાય છે. જ આકાશીય વીજળી અને ઈલેક્ટ્રીસીટી એક છે - કલીન
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારીએ તો ચોમાસામાં આકાશમાં ઉત્પન્ન થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી વીજળીના સ્વરૂપમાં કોઈ જ ફરક નથી. બન્ને વિદ્યુતનું આંતરિક બંધારણ એક સરખું છે. ચોમાસામાં વાદળાના ઘર્ષણથી ઉત્પન્ન થતી વીજળી તો આગમાનુસાર સચિત્ત જ છે, સજીવ જ છે. આ તો નિર્વિવાદ સત્ય છે. તથા કૃત્રિમ પ્રયત્નથી ટરબાઈન આદિના માધ્યમથી ઉત્પન્ન કરવામાં આવતી વીજળીનું સ્વરૂપ કુદરતી વીજળી જેવું જ છે. અવકાશી વીજળી અને ઈલેક્ટ્રીસીટી- આ બન્નેનું બંધારણ, બન્નેના કાર્યો અને બન્નેનું સ્વરૂપ સમાન જ છે. સાયન્સની દષ્ટિએ આકાશમાં
(૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org