Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
બલ્બમાં ઈલેકટ્રીસીટીનો પ્રવેશ અને પ્રકાશની ઉત્પત્તિ- આ બન્ને બાબતનો તો સાયન્સ પણ સ્વીકાર કરે જ છે અને તે અનુભવસિદ્ધ પણ છે. તો પછી તુલ્યયુક્તિથી બલ્બમાં જરૂરી વાયુનો પ્રવેશ માનવામાં વાંધો શું હોઈ શકે ? તથા તે વિદ્યુતપ્રકાશને સચિત્ત માનવામાં આગવિરોધ પણ કઈ રીતે આવી શકે ? કેમ કે તેના લક્ષણો ત્યાં જોવા મળે જ છે. અત્યંત તપેલા લોખંડના ગોળાના મધ્યભાગમાં વાયુનું અસ્તિત્વ શાસ્ત્રમાન્ય છે જ ને ! (પૃષ્ઠ-૧૦)
* ઑક્સિજન વિના પણ આગ લાગે !
જૉસેફ પ્રિસ્ટલી (Joseph Priestly) નામના વૈજ્ઞાનિકે ૧૭૭૪માં ઑક્સિજનની શોધ કરી. શ્વાસોચ્છ્વાસ તથા દહનિયા માટે ઑક્સિજન અનિવાર્ય છે. આવી વિજ્ઞાનની જૂની માન્યતાને યાદ કરીને કેટલાક વિદ્વાનો કહે છે કે બલ્બમાં ઑક્સિજન ન હોવાથી તે કઈ રીતે પ્રકાશી શકે ?' પરંતુ આ દલીલ પણ બરાબર નથી. કારણ કે પ્રાચીન વિજ્ઞાન દહનયિામાં આંક્સિજનને આવશ્યક માને છે, બલ્બમાં થનાર પ્રકાશ-ગરમી વગેરેમાં નહિ. વળી, મોર્ડન સાયન્સના પ્રિન્સીપલ મુજબ પ્રસ્તુતમાં એક વાત યાદ રાખવા જેવી છે કે ‘ઑક્સિજન વિના આગ ન જ લાગે, દહનક્રિયા ન જ થાય' તેવો પણ કોઈ નિયમ નથી. ઑક્સિજનની ગેરહાજરીમાં પણ ક્લોરિન વાયુમાં હાઈડ્રોજન બળે છે.
‘Infoplease Enyclopedia' માં જણાવેલ છે કે ‘Combustion need not involve Oxygen; e.g., hydrogen burns in Chlorine to form hydrogen chloride with the liberation of heat and light...'
અર્થ :- બળવાની ક્રિયામાં ઑક્સિજન હોવો જરૂરી નથી. દા.ત. હાઈડ્રોજન વાયુ ક્લોરિનમાં બળે છે. તેનાથી હાઈડ્રોજન
Jain Education International
૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org