Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
અહીં આપણે જોઈ શકીએ કે મોટા ભાગની હવા' આવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આનાથી ફલિત એ થાય છે કે બલ્બમાં પણ અમુક અંશે હવા રહેલ છે જ. ઑક્સિજન આદિ વાયુ પણ ત્યાં અમુક અંશે વિદ્યમાન જ છે. બાકી તો બલ્બમાં ઑક્સિડેશનની પ્રોસેસ આધારિત ફિલોર્મેટનું રાખમાં રૂપાંતરકાર્બનરૂપે પરિણમન ન જ થઈ શકે. ઑક્સિજન વિના ઑક્સિડેશન કઈ રીતે શક્ય બની શકે ? ઑક્સિજન સાથે સંયોગીકરણ થવાથી પરમાણુમાંથી અથવા પરમાણુસમૂહમાંથી ઈલેક્ટ્રૉન ખસેડવા દ્વારા મૂળભૂત વસ્તુનો નાશ થવાની પ્રક્રિયા વિજ્ઞાનની પરિભાષા મુજબ ઑક્સિડેશન તરીકે ઓળખાય છે. આનું બીજું નામ “ડી-ઈલેક્ટ્રૉનેશન” છે. જો કે વિજ્ઞાનકોશ-રસાયણવિજ્ઞાન (ભાગ-૫ પૃષ્ઠ-૨૨૩-૨૩૦) માં જણાવ્યા મુજબ ક્લોરિન, ફલોરિન, ઓઝોન વાયુમાં પણ ઑક્સિડેશન થઈ શકે છે. પરંતુ બલ્બમાં તો ક્લોરિન વગેરે વાયુ નથી. માટે ત્યાં થતું ઑક્સિડેશન ઑક્સિજન આધારિત માનવું પડે. અથવા ઑક્સિડેશન માટે જરૂરી કોઈ પણ વાયુનું ત્યાં અસ્તિત્વ તો માનવું જ પડે. તથાવિધ વાયુની ગેરહાજરીમાં તો ઓક્સિડેશન ન જ થઈ શકે. માટે વિજ્ઞાનના સિદ્ધાન્ત અનુસાર પણ બલ્બમાં વાયુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે જ. [, બલ્બમાં નાઈટ્રોજન અને આર્ગન વાયુ છે-સાયન્સ V/
જો કે વર્તમાનકાળમાં સાયન્ટિસ્ટો નાઈટ્રોજન અને આર્ગન નામના વાયુનું બલ્બમાં અસ્તિત્વ રાખે જ છે. આ રહ્યા ઈન્ટરનેટ ઉપર મળતા શબ્દો. “Inert gases such as nitrogen and argon were later added to bulbs to reduce tungsten evaporation, or sublimation. (URL-http://www.geocities.com/ bio-electrochemistry/coolidge.html)” અર્થાત્ “ટંગસ્ટનનું તરલ
(૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org