Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
-
પહોંચી જ ન શકે. કારણ કે ફિલામેન્ટમાંથી બલ્બના કાચ સુધી પહોંચવા માટે કોઈ વાહક દ્રવ્ય જ નથી. વાહક દ્રવ્ય વિના તો ગરમી, પ્રકાશ વગેરે આગળ વધી ન જ શકે- આવું સાયન્સ પણ માને છે. બલ્બમાં થોડા અંશે હવા રહેલી હોય તો જ તે વાહકનું કામ કરીને ફિલામેન્ટની ગરમી અને પ્રકાશને બલ્બની કાચની સપાટી સુધી પહોંચવામાં સહાય કરી શકે.
ખરેખર જિનાગમના સિદ્ધાન્તોને સાયન્સની દૃષ્ટિએ વિચારવા હોય તો તે પૂર્વે સાયન્સની પણ વ્યવસ્થિત અભ્યાસ કરી લેવો જોઈએ. જેથી જિનાગમ કે સાયન્સ બેમાંથી કોઈને પણ અન્યાય ન થાય. આવું થાય તો જ કાંઈક અંશે પ્રામાણિક્તા રાખી એમ કહી શકાય. અસ્તુ. હૈ બલ્બમાં શૂન્યાવકાશ નથી- ઉત્તરાધ્યયનસૂત્ર છે
જૈનદર્શનના સિદ્ધાન્ત મુજબ વિચાર કરવામાં આવે તો પ્રકાશમાન બલ્બમાં કે ટ્યુબલાઈટમાં શૂન્યાવકાશ છે જ નહિ. કારણ કે પ્રકાશ ત્યાં વિદ્યમાન છે. તથા પ્રકાશ સ્વયં પુદ્ગલ દ્રવ્ય છે. કેમ કે પ્રકાશમાં વર્ણ, સ્પર્શ વગેરે પુદ્ગલના લક્ષણો સ્પષ્ટપણે દેખાય જ છે. ઉત્તરાધ્યયનસૂત્રના ૨૮મા અધ્યયનમાં પુદ્ગલના લક્ષણને જણાવતાં કહેલ છે કે
१"सबंधयार-उज्जोओ पहा छायाऽऽतवेइ वा । વU-રસ-riઘ-wiા પુપતા તુ તરવાં || (૨૮/૧૨)
અર્થાત્ શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તપ, અથવા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આ બધા પુદ્ગલના લક્ષણ છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આધુનિક વિજ્ઞાન તો વીજળી, १. 'शब्दः' ध्वनिः ‘अन्धकारः' तिमिरम्, उभयत्र सूत्रत्वात्सुपो लुक् 'उद्योतः' रत्नादिप्रकाशः TIT' વન્દ્રાતિઃ ‘છાયા' શૈTUTI: ‘સાતપ:' રવિવસ્વનિત ૩Uપ્રકાશ ....... (ઉત્તરા. ૨૮/૧ર શ્રી શાંતિસૂરિકૃત બૃહદુવૃત્તિનો અંશ)
૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org