Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 42
________________ દ્રવ્યમાં રૂપાંતર થઈને ગેસસ્વરૂપે બાષ્પીભવન (evaporation) ઘટાડવા માટે અથવા ટંગસ્ટનનું સીધેસીધું ગેસસ્વરૂપે થતું રૂપાંતર (Sublimation) અટકાવવા માટે પાછળથી ગ્લોબમાં નિશ્ર્યિ વાયુઓજેવા કે નાઈટ્રોજન અને આર્ગન ઉમેરવામાં આવ્યા.” આવર્ત કોષ્ટકના શૂન્યસમૂહના હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, નાઈટ્રોજન વગેરે વાયુઓ ઉમદા વાયુઓ (inert gases) કહેવાય છે. આ ઉમદા વાયુઓ ઈલેક્ટ્રૉન ગુમાવવાનું કે મેળવવાનું કે ઈલેક્ટ્રૉનની ભાગીદારી કરવાનું સહેજ પણ વલણ ધરાવતા નથી. માટે આ વાયુઓ નિષ્ક્રિય વાયુ તરીકે પણ ઓળખાય છે. (ડૉ. સી.બી. શાહ, વિજ્ઞાનકોષ ભાગ-૫, પૃષ્ઠ.૧૪૭) આ હકીકતને લક્ષમાં રાખીને વિજ્ઞાનકોષ-રસાયણવિજ્ઞાન પુસ્તકમાં ડૉ. ૧. પ્રસન્નિકા-વિશ્વકોશમાં બંસીધર શુકલ જણાવે છે કે ‘ઉષ્મા વધે તે સાથે અણુની ગતિ વધતાં તેને વધારે જગ્યા જોઈએ છે. પદાર્થનું કદ વધે છે. અણુની પકડ ઢીલી પડે છે. પદાર્થનું રૂપ પ્રવાહી અને છેવટે વાયુ બને છે.' (ભૌતિક વિશ્વ-પૃષ્ઠ.૪૭) આ પ્રક્રિયાને ભૌતિકવિજ્ઞાન ‘evaporation' = ‘બાષ્પીભવન' શબ્દથી ઓળખાવે છે. વિજ્ઞાનકોષ-ભૌતિક વિજ્ઞાન (ભાગ-૭)માં V.P.B. & R.D.R. લખે છે કે “પ્રવાહીની મુક્ત સપાટી પરથી પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન (evaporation) કહે છે.” (પૃષ્ઠ.૩૦૩) તથા ઘન પદાર્થ પ્રવાહી-તરલ પદાર્થમાં રૂપાંતર પામ્યા વિના સીધો જ ગેસરૂપે બને તો તે પ્રક્રિયા ભૌતિકવિજ્ઞાનની પરિભાષા મુજબ Sublimation કહેવાય છે. ‘The World Book Encyclopedia, Part-18' માં જણાવેલ છે કે ‘Sublimation is the process by which a solid substance changes into gas or vapour, without first becoming a liquid' (Page-367- a Scott Fetzer Company- London-Chicago-Sydney). ડૉ. એમ. એમ. દેસાઈ પણ Sublimation ની વ્યાખ્યા વિજ્ઞાનકોષ-રસાયણવિજ્ઞાન ભાગ૫, પૃષ્ઠ-૧૭૭માં ઉપર મુજબ જ જણાવે છે. ૨. આ દરેક વાયુ પોતાના સિવાય બીજા કોઈ પણ મૂળ તત્ત્વના પરમાણુ સાથે રાસાયણિક ક્યિા કરતા નથી. કારણ કે તેમની બધી કક્ષાઓ અને ઉપકક્ષાઓ ઈલેક્ટ્રૉનથી ભરેલી હોય છે. એ રીતે તે બધા રાસાયણિક રીતે તટસ્થ છે. આમ કોઈ બીજા મૂળ તત્ત્વોનો સંસર્ગ નહિ રાખતા હોવાથી તેમને ઉત્કૃષ્ટ (noble) વાયુ કહેવામાં આવે છે. (વિજ્ઞાનકોષ-ભૌતિક વિજ્ઞાનભાગ-૭/પૃષ્ઠ-૬૪, લેખક P.A.P. માંથી સાભાર ઉત્કૃત) ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166