Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
જોડાવાથી પરમાણુ કે પરમાણુસમૂહમાંથી ઈલેક્ટ્રૉન ખસી જવા દ્વારા મૂળભૂત દ્રવ્યનો નાશ થવાની પ્રક્રિયા. જો ટ્યુબલાઈટમાં ઑક્સિજન આદિ વાયુનો સર્વથા અભાવ હોય તો ઑક્સિડેશનની પ્રોસેસ શરૂ જ થઈ ન શકે. તો પછી ટ્યુબલાઈટમાં ફોસ્ફરસનું કાર્બનમાં રૂપાંતરણ કઈ રીતે થાય? ઑક્સિડેશનની પ્રક્રિયાના પરિણામ-સ્વરૂપે જે કાર્બન ટ્યુબલાઈટમાં દેખાય છે તેનાથી ટ્યુબમાં ઑક્સિજન આદિ વાયુની હાજરી વિજ્ઞાનના સિદ્ધાન્ત મુજબ માનવી જ પડે.
વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે ટ્યુબ ઉડી જાય ત્યારે જ ઑક્સિડેશનની પ્રક્રિયા ચાલુ થાય છે એવું નથી. પરંતુ ટ્યુબમાં ઈલેક્ટ્રીસીટી જ્યારે-જ્યારે પસાર થાય, ટ્યુબ ચાલુ થાય ત્યારે-ત્યારે ઑક્સિડેશનની પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે. એક તબક્કો એવો આવે છે કે જ્યારે ટ્યુબલાઈટનો મોટા ભાગનો ફોસ્ફરસ ઑક્સિડેશનથી કાર્બન રૂપે પરિણમી જાય છે, ત્યારે ટ્યુબ બંધ પડી જાય છે અને ટ્યુબની સાઈડમાં કાર્બનના કાળા ડાઘા દેખાય છે. જ્યારે અલ્પ પ્રમાણમાં કાર્બન હોય છે ત્યારે તે દેખાતો નથી. વધુ પ્રમાણમાં કાર્બન ભેગો થાય છે ત્યારે ટ્યુબલાઈટના સાઈડના ભાગમાં તે બધાને દેખાય જ છે. આ જ ઘટના બલ્બમાં પણ ઘણી વાર જોવા મળે છે. આથી ટ્યુબલાઈટ વગેરેમાં પણ કમ્પ્લીટ વેક્યુમ માની ન જ
શકાય.
♦ એબ્સોલ્યુટ વેક્યુમ ઈમ્પોસીબલ - ટોરિસેલી
અન્ય અગત્યની વાત એ છે કે મોર્ડન સાયન્સના સિદ્ધાન્ત મુજબ બલ્બ વગેરેમાં એબ્સોલ્યુટ વેક્યુમ શક્ય જ નથી. જો બલ્બ વગેરેમાં ભૌતિક સાધનોના માધ્યમથી સંપૂર્ણ શૂન્યાવકાશ કરવામાં આવે તો બલ્બ જ તૂટી જાય. આ યુગમાં સૌપ્રથમ કૃત્રિમ વેક્યુમ કરનાર સાયન્ટીસ્ટનું નામ છે ટોરીસેલી. તે કહે છે કે માઈનસ
Jain Education International
१८
For Private & Personal Use Only
www.jainelibrary.org