Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
જ્યારે ગતિશીલ બને છે ત્યારે ઊર્જામાં રૂપાંતર પામે છે.” (બ્રહ્માંડ પ્રકરણ- પૃષ્ઠ.૪૮) વિજ્ઞાનના મત મુજબ આકાશનિહારિકા એ બીજું કાંઈ નથી પરંતુ ઊર્જાનું દ્રવ્યમાં રૂપાંતર છે. તથા દ્રવ્યનું ઉષ્મા વગેરેમાં રૂપાંતર થાય છે. આમ દ્રવ્ય અને ઊર્જા પરસ્પર InterChangeable હોવાથી મૂળભૂત રીતે એક જ છે. એટલે કે વિદ્યુત
સ્વરૂપ ઊર્જા પણ દ્રવ્યરૂપ છે જ. આમ ઊર્જાનું દ્રવ્યમાં રૂપાંતર અને દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર- આ વસ્તુસ્થિતિને લક્ષમાં રાખીને વર્તમાનમાં સાયન્સ વિદ્યુત(electricity)ને “ચાર્જ' અને “એનર્જી ઉભયસ્વરૂપ માને છે. કેમ કે દ્રવ્ય વિના ભાવ કઈ રીતે રહી શકે ? જૈનાગમ મુજબ તો દરેક પદાર્થ દ્રવ્ય-ભાવ ઉભયસ્વરૂપ જ છે. સાયન્સ પણ વિદ્યુત (electricity) અંગે જૈનાગમની આ વાતને સ્વીકારે છે. મતલબ કે આધુનિક વિજ્ઞાનના સિદ્ધાન્ત મુજબ પણ ઈલેકટ્રીસીટી દ્રવ્ય-ભાવ ઉભયાત્મક છે - એવું સિદ્ધ થાય છે. તેથી વાયર વગેરેના માધ્યમથી બલ્બની અંદર રહેલા ટંગસ્ટન તાર સુધી વિદ્યુત દ્રવ્યનો પ્રવેશ થાય છે - આમ અત્યાર સુધીની વિચારણાથી નક્ક થાય છે.
હવે આપણે ફરીથી મૂળ વાત ઉપર આવી જઈએ. સ્વીચ ઓન કર્યા બાદ બલ્બ પ્રકાશને ફેલાવતો દેખાય છે. તેથી ઈલેકટ્રીક બલ્બમાં વીજળી (Flow of Electrons) નો પ્રવેશ અને બલ્બમાંથી પ્રકાશસ્વરૂપે તેજાણ (Photon) નું બહિર્ગમન સિદ્ધ થાય છે. તથા જે માર્ગેથી પુદ્ગલ સ્વરૂપ વીજળી અંદર જાય છે તે માર્ગથી તારથી કે અન્ય કોઈ માર્ગથી તેને પ્રાયોગ્ય તેટલા પ્રમાણમાં જરૂરી વાયુ પણ ત્યાં જઈ શકે છે. કાર્ય દેખાય ત્યાં કારણને અવશ્ય માનવું પડે. કારણ વિના કાર્ય ઉત્પન્ન થઈ ન શકે. જેમ ધૂમાડો દેખાય ત્યાં આગની સિદ્ધિ થાય છે. તેમ બલ્બમાં ઉષ્ણ પ્રકાશની, અગ્નિની હાજરી દેખાતી હોવાથી, ભગવતીસૂત્રમાં દર્શાવેલ પૂર્વોક્ત (પૃષ્ઠ-૯)
૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org