Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
માની શકાય. હાથ-પગમાં ફ્રેક્ટર થયું છે કે નહિ ? તેનો પ્રામાણિક નિશ્ચય કરવા માટે એક્સ-રે જ આધારભૂત બની શકે. નાડીના ધબકારાને વ્યવસ્થિત તપાસવા સ્ટેથોસ્કોપ જ કામયાબ નીવડે. મગજના જ્ઞાનતંતુને તપાસવા M.R.J., સીટી સ્કેન (CAT-Scan) . વગેરે જ ઓથેન્ટિક સાધન બની શકે. લિવર વગેરેને જોવા માટે સોનોગ્રાફી તથા એન્ડોસ્કોપી વગેરે જ ઉપયોગી બની શકે. આ બાબતમાં અરિસો કે કેમેરો કામ ન લાગે.
બરાબર આ જ રીતે કહી શકાય કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વગેરેની કયારે, ક્યાં, ક્યાં સુધી સજીવતા કે નિર્જીવતા હોય? આ બાબતમાં વિજ્ઞાન કે તર્ક પાંગળા છે. કોરી બુદ્ધિનું પણ આ બાબતમાં કશું ગજું નથી. આ અતીન્દ્રિય બાબત આગમવાદનો વિષય છે, શુષ્ક તર્કનો નહિ. કેવલજ્ઞાન કે આગમ દ્વારા જ જાણી શકાય તેવી બાબતને શુષ્ક વાદ-વિવાદ કે શંકાશીલ બુદ્ધિ કે માયકાંગલી તર્કશક્તિથી માપવાનો પ્રયત્ન કરવામાં તો જૈન સિદ્ધાન્તની વિડંબના થાય છે. માટે જ મહાતાર્કિકશિરોમણિ એવા શ્રીસિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજે પણ સન્મતિતર્ક નામના તર્કશાસ્ત્રમાં જણાવેલ છે કે
"जो हेउवायपक्खंमि हेउओ, आगमे य आगमिओ । સો સમયપત્રવો સિદ્ધવિરહ કન્નો ” (૩/૪૫)
મતલબ કે તર્કથી સિદ્ધ થનાર પદાર્થને તર્કથી તથા આગમથી સિદ્ધ થનાર પદાર્થને આગમથી સિદ્ધ કરે તે જ જૈનદર્શનના પ્રરૂપક છે. તેનાથી ઊલટું કરનાર તો જૈનસિદ્ધાન્તની વિડંબના કરનાર છે. અર્થાત્ તર્કથી સિદ્ધ થનાર બાબતને આગમથી અને આગમથી સિદ્ધ થનાર પદાર્થને કેવળ તર્કથી સિદ્ધ કરનાર માણસ જૈન સિદ્ધાન્તના નાશક બને છે. શ્રીસિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજા જેવા પ્રખર તાર્કિક જૈનાચાર્ય પણ અતીન્દ્રિય આગમિક પદાર્થોનો
૬
)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org