Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
બગાડવાનું કામ કરવામાં તો લેશ પણ બુદ્ધિમત્તા નથી જણાતી.
મતલબ કે આગમિક પદાર્થની સિદ્ધિ કરવામાં કે તેનું નિરાકરણ કરવામાં કોરો તર્ક કે શાસ્ત્રનિરપેક્ષ બુદ્ધિ કામ ન લાગે. હા, આગમ દ્વારા આગમિક પદાર્થની સ્વીકૃતિ કર્યા બાદ શાસ્ત્રને વિરોધ ન પહોંચે તે રીતે ઊહાપોહ-મીમાંસા જરૂર કરી શકાય. આ જ તો ખરી ચિંતનશૈલી છે. માટે જ તર્કનું લક્ષણ બતાવતાં શાસ્ત્રકાર પરમર્ષિઓને કહેવું પડ્યું કે “મી વિરોધેન 6નં તવ ઉચ્ચતે ' અર્થાત્ આગમને વિરોધ ન આવે તે રીતે તત્ત્વની શોધ માટે વિચારણા કરવી તે તર્ક કહેવાય. આવા શાસ્ત્રાનુસારી સુતર્ક દ્વારા જ આધ્યાત્મિક તથ્યની ઉપલબ્ધિ શક્ય છે. તેથી અતીન્દ્રિય આગમિક પદાર્થની સિદ્ધિ કરવામાં સાથ અને સહકાર આપે તેવો સુતર્ક-સુયુક્તિ અવશ્ય આદરણીય બને છે. “સર્વનનહિતાય-સર્વનનrદ્વાર’ ની સભાવનાથી પ્રગટ થતી શાસ્ત્રાનુસારી યુક્તિ તો પતિવ્રતા સતી સ્ત્રીની જેમ સન્માન્ય છે. પરંતુ કોરી બુદ્ધિ અને શુષ્ક તાર્કિકતા તો વેશ્યા જેવી અપવિત્ર છે. તેનો સંગ કરવા જેવો નથી.
છેલાલબતીને જોઈ લઈએ છે પ્રસ્તુતમાં આગમિક પદાર્થને તર્ક અને વિજ્ઞાનના સમીકરણોથી મૂલવતી વખતે એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જિજ્ઞાસુભાવે અને તટસ્થપણે સત્યની શાસ્ત્રાનુસારે વિચારણા કરવાના બદલે પહેલેથી પરિણામ નક્કી કરીને તેને સાબિત કરવા માટે જે દલીલ કરાય તે કુતર્ક બની જાય છે. વિદ્યુતપ્રકાશ સચિત્ત છે કે અચિત્ત ?” તેનું સંશોધન કરવાના બદલે “ઈલેક્ટ્રીસીટી આધારિત સાધનો વાપરવા છે. માટે વીજળીને અચિત્ત જાહેર કરવી છે.” એવું નક્કી કરીને તેને પુરવાર કરવા આચાર્યશ્રી નથમલજીએ જો દલીલો કરી હોય તો તે જરૂર કુતર્કો કર્યા ગણાય. પરંતુ તેઓ અત્યંત
૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org