Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાપકર્મ ખ્યાંશી પ્રકારના છે, –(૧-૫) પાંચ જ્ઞાનાવરણ ૬–૧૪) નવા દર્શનાવરણ (૧૫) અશાતા વેદનીય (૧૬-૪૧) છવીસ મોહનીય કર્મની પ્રકૃતિઓ મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિઓમાંથી સમ્યકત્વ મેહનીય અને મિશ્ર મોહનીય એ બે પ્રકૃતિએ પાપકર્મ પ્રવૃતિઓમાં પરિગણિત નથી કારણ કે તેમને બન્ધ થતું નથી, માત્ર મિથ્યાત્વપ્રકૃતિને બધે થાય છે અને તે પાપકર્મના રૂપમાં પરિણત થઈ જાય છે (૪૨) નરકાયુ (૪૩- ૭૬) ચૈત્રીસ પ્રકારના નામ કર્મ યથા-(૧) નરકગતિ (૨) નરગતિ અનુપૂર્વી (૩) તિર્યંચગતિ (૪) તિર્યંચા નુપૂવી (પ-૮) એકેન્દ્રિય આદિ ચાર જાતિઓ અર્થાત્ એકેદ્રિય જાતિ, બે ઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિય જાતિ, ચતુરીન્દ્રીય જાતિ (૯–૧૮) પાંચ સંહનન અને પાંચ સંસ્થાન (૧૯-૨૨) અપ્રશસ્તવર્ણ, ગંધ, રસ, સ્પર્શનમ કર્મ (૨૩-૩૨)
સ્થાવદશક યથા-(૧) સ્થાવર, (૨) સૂમ (૩) અપર્યાપ્ત (૪) સાધારણ (૫) અસ્થિર (૬) અશુભ (૭) દુર્લંગ (૮) દુઃસ્વર (૯) અનાદેય (૧૦) અયશઃ કીર્તિ (૩૩) ઉપાઘાતનામ કર્મ (૩૪) અશુવિહાગતિનામ કર્મ (૭૭) નીચગેત્ર (૭૮-૨) પાંચ અન્તરાય આવી રીતે શુભ અને અશુભગ પુણ્ય અને પાપના કારણ હોય છે.
ઉત્તરાધ્યયનસૂત્રનાં ૨૮માં અધ્યયનની ચૌદમી ગાથામાં કહ્યું છે– govજાવાવો તફા” અર્થાત પુણ્યને અને પાપને આસ્રવ થાય છે. મારા
સંપરામક્રિયા કે આસ્રવોં કા નિરૂપણ
'सकसायस्स जोगो संपरायकिरियाए'
સૂવાથ-કષાયયુકત જીવને યોગ સમ્પરાયક્રિયાના આસવનું કારણ હોય છે.
તત્વાર્થદીપિકા–પહેલા બતાવવામાં આવ્યું કે શુભયોગ પુણ્યના અને અશુભ યોગ પાપના આમ્રવના કારણે છે. હવે સમ્પરાયિક કિયાના આસ્ત્રની પ્રરૂપણ કરીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્ર ૨