________________
છે ને ? પચવાની ગોળી લઈને ખાવ છો ને ! કમાવાની ઈચ્છા થાય છે ને ! રોગથી ખાવાનું બંધ થાય ત્યારે નળી નાંખીને ખાવ, આટલું બધુ શા માટે ? શરીર ટકાવવા ? આત્મા તો ટકેલો જ છે. શરીર વિનાશી છે તે ટકવાનું નથી, અજ્ઞાન જીવને કેવું છેતરે છે ? પ્રતિજ્ઞા લઈને પળાય નહિ તો ? જોબ પર જતા કયારેય આવો વિચાર આવે છે ! પ્રતિકૂળતામાં આત્મબળ વધારવાનું છે; તેવી ભાવના કેળવાય તો માર્ગ મોકળો થાય.
સંસારમાં દુઃખ છે, કોને ? એમ કહેવું યથાર્થ છે કે સંસાર દુઃખરૂપ છે. આ સામગ્રી સમૃદ્ધિ લોભામણી છે તેવી જ બિહામણી છે. પરિણામ વિચારે લક્ષ્ય બદલાય સ્વરૂપ લક્ષ્યનો પક્ષ આત્મવિકાસનો છે. દુ:ખથી મુક્ત થવું છે તેને આત્મવિચાર આવશ્યક છે. આત્મવિચાર આત્મબળવર્ધક છે જે મુક્તિની દિશા પ્રત્યેનો છે. પરંતુ આરંભ પરિગ્રહના અલ્પત્વ વગર આત્મવિચાર સંભવિત નથી. અસત્સંગમાં રહેવું અને આત્મત્વ પામવું દુષ્કર છે. તેથી વર્ધમાન જેવા ચરમદેહી પણ વધતા પુરૂષાર્થ માટે ગૃહત્યાગી થયા. વિશેષ કર્મક્ષય માટે અનાર્ય ભૂમિમાં પ્રયાણ કરી, સ્વબળે સ્વરૂપ પ્રાપ્ત કર્યું.
મનુષ્યજન્મ દુર્લભ કોને માટે મનાયો છે ? ઉત્તમ કોને માટે મનાયો છે ? પૂર્વ પુણ્યથી મળેલી સાંસારિક સામગ્રીમાં સુખ માનતો અજ્ઞાની આ દુર્લભતા કયાંથી જાણે ? ધર્મ-મોક્ષને પાત્ર જીવો એની દુર્લભતા અને મૂલ્ય જાણે છે. મનુષ્યપણું મળે મોક્ષ મળે તેવું નથી. વાસ્તવમાં મનુષ્યને મોક્ષ જોઈએ છે ! શાનો મોક્ષ, કોનો મોક્ષ ? ભવ આત્માર્થે યોજવાનું બળ સૂરે તો ભવ વિસ્તાર થાય છે. કોઈવાર થાય છે બળહીન એવા અમે તારા (અમારા મૂળ) સ્વરૂપને જાણી શકયા નથી. તો હે
પ્રભુ !
તો પ્રભુ નિત્ય નિત્ય વંદનારે સ્વીકારો જિનરાય રે,
જિનસાગર પ્રભુગુણ ગાવતા પામ્યો પરમાનંદ રે.....
હે પ્રભુ એવી શક્તિ-ભક્તિ પ્રગટો કે જેથી પૂર્ણ ક્ષણ સ્વરૂપ સ્વયં પ્રગટ થાય. પૂર્ણાંશની ભાવના પૂર્ણ કરો.
સત્સંગ પત્ર લખતા રહેજો. તમારા પત્રો શાસ્ર દોહનરૂપ હોવાથી થોડામાં પણ ઘણું શીખવા મળે છે. જેટલું અંતરમાં ઘૂંટાઈને આવશે તેટલો અન્યોન્ય લાભ છે. સર્વ પ્રકારે કુશળ હો. અત્રે કુશળતા છે.
બહેન શુભભાવના સહ
Jain Education International. 2010_03
*
15
For Private & Personal Use Only
www.jainelibrary.org