________________
બન્યા તેથી પરિભ્રમણ ચાલુ રહ્યું.
દર્શનમોહનીયને અકબંધ રાખી આજુબાજુ ફર્યો, દર્શન મોહનીયે તેના તપાદિના બદલામાં દેવલોક જેવા સુખ બતાવી જીવને સંસારના ચક્રમાં ભમવા દીધો. આથી વૈરાગ્ય અને સમાધિ આપે લખ્યું તે રત્નત્રયના પાયાના છે.
તમારા ચિત્તમાં અમારા માટેનો સદ્ભાવ ચિરંજીવ રહેવાનો છે. આપણે સૌએ મુક્તિની નાવ ચલાવવાની છે તેમાં અન્યોન્ય પૂરક થઈ પહોંચવાનું છે.
મારો પ્રશ્ન રહ્યા જ કરે છે કે શાસ્ત્રના સ્વ લિખીત હસ્તાક્ષરો કયારે ગુંથાય છે? સમય કયો હોય છે તેમાં તમારા આત્મપ્રદેશોની નિર્મળતા થતી રહે તેવી શુભ કામના.
તમારા ઉદાર યોગદાન માટે પ્રસન્નતા અનુભવું છું. મારી ધારણા આટલી મોટી ન હતી. તમારો દર વર્ષનો એ ક્રમ હેજે , અન્યોન્ય લાભકર્તા થયો.
લિ. બહેન
આવકાર પત્ર-૪ શ્રી તરલાબહેન દોશી
ૐ હું અહં નમ: (મુંબઈથી અમેરીકામાં છેલ્લા ૧૫ વર્ષથી પ્રવચનાર્થે પધારતા પૂ. શ્રી તરલાબેન દોશીનો પત્ર) આત્મપ્રિય, તત્ત્વરસિક, જ્ઞાનપિપાસુ, વીરવાણીના ઉપાસક અને મહાવીર આજ્ઞાના આરાધક પૂ. ભાઈશ્રી રજનીભાઈ !
સાદર જયજિનેન્દ્ર ! આત્મ આરાધનાના મંગલ માર્ગે આપની જીવનયાત્રા સુખરૂપ હશે. અવારનવાર આપના કૃપા પત્ર જેવા અભ્યાસ લેખો - શિબિર નિમિતે થયેલ ઊંડા અભ્યાસપૂર્ણ ચિંતનના તારણો આપના દ્વારા મને પ્રાપ્ત થતાં રહે છે. જેનો પ્રતિભાવ મનમાં તો ઊઠે જ છે પણ શબ્દ દ્વારા આપને દરેક વખતે લખીને મોકલી શકાયો નથી પરંતુ એ ભાવોનો સૂર એક જ છે વર્તમાનકાળમાં વિચાર અને આચારના સુભગ સમન્વયવાળા ઉત્તમ આરાધકો વિરલ છે, દુર્લભ છે. આપ મૂર્તિમંત વિચાર છો આપના વિચારો તો પ્રભાવિત કરે જ પરંતુ આપના આચારો જાણે કે બળબળતા રણની મીઠી વિરડી કે શીળી છાંયડી છે.
પાંચ પચીસ પોથી વાંચીને પૂજાતા પંડિતોની વામણી પૂજાના કાળમાં ગુરુ ચરણોપાસનાથી પ્રાપ્ત આગમ જ્ઞાનના ઉપાસકો કેટલાં ? અંતરમાંથી ઉગાર ઊઠે છે. આપનું સન્માન એ ગુરુગમના જ્ઞાનનું અને ગુરુકૃપાની પાત્રની ધન્યતાનું સન્માન છે. આપની અનુમોદના એ વીતરાગના આચાર માર્ગની અનુમોદના છે. આપનું ગૌરવ એટલે આગમ જ્ઞાનનું ગૌરવ છે. આપ અધિકારી છો અમારી અનુમોદના-અભિનંદના અને સન્માનના. તત્ત્વ જિજ્ઞાસુઓના હૃદયમાં આપે અવિસ્મરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આપના ચિંતન, અભ્યાસ અને વાચનના પુરુષાર્થમાંથી પ્રગટતું જ્ઞાન આરાધકો માટે સબળ અવલંબન છે. ગુરુવર્યોની કૃપાનું બળ આપની વાણીમાં સ્પષ્ટ જણાય છે.
13
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org