________________
વધુને વધુ આત્મ આરાધના અને તેના સુફળ જેવી શિબિરો આત્માર્થીઓને પ્રાપ્ત થતી રહે અને વીરવાણીનો સ્ત્રોત વહેતો રહે એવી શુભકામના સાથે આપનું સ્વાથ્ય અને સંયોગ સદેવ અનુકૂળ રહે એવી હૃદયગત ભાવના રજૂ કરતા કૃતકૃત્યતા અનુભવું છું.
નિીર-ક્ષીર વિવેકવાન આપની પ્રજ્ઞા આરાધકોને માટે દીવાદાંડી સમાન છે. આપ વર્તમાનની ક્ષિતિજના ધ્રુવતારક છો એમ કહેવું ઉપયુકત થશે.
એ જ.
તરલાબેન દોશીના સાદર જય જિનેન્દ્ર * * * * *
આવકાર પત્ર-૫ શ્રી સુનંદાબહેન વોહોરા સુજ્ઞ સ્વાધ્યાયી તપસ્વી શ્રી રજનીભાઈ કુશળ હો..
હમણાં સત્સંગ પ્રસાદિ મળી નથી. પ્રવચનકારોનું આગમન હોવાથી હમણાં શિબિરનું આયોજન ચાલે છે? શું વિષય હોય છે તે જણાવજો. અત્રે દેવગુરુકૃપાએ સકુશળ છે.
અત્રે ચાતુર્માસમાં આસપાસ સાધુ આચાર્ય ભગવંતોનો યોગ છે જો કે જવાનું બહુ બનતું નથી. વાસ્તવમાં ચારે બાજુ ભૌતિકતા વિસ્તરતી છે. આથી શ્રોતા વક્તાનું વહેણ એ બાજુ જણાય છે. વક્તા માને છે કે જનજીવનમાં-સંસારીજીવનમાં સુધારો થાય તો સંઘર્ષ ટળે. કુટુંબ ભાવના સચવાય વિગેરે. એટલે ઉપદેશ શૈલી મહદ્ અંશે એ પદ્ધતિની છે. ગ્રંથોનો આધાર તો આગમાદિ છે, પરંતુ વિવેચન શૈલી બદલાઈ જાય છે. કયાંક તત્ત્વબોધ જળવાય છે તો શ્રોતાને રસ પડતો નથી. જયારે ભગવાને તો ઉપદેશ્ય કે “તત્વાર્થ શ્રદ્ધાનમ્ સભ્ય દર્શનમ્” ઉપદેશનું માધ્યમ તત્ત્વબોધ હોય સાથે જનજીવનના ઉત્કર્ષને વણી લેવામાં આવે તો રોચક બને તત્ત્વરૂચિ વિકસે. ખેર.
ચારે બાજુ પાપના નિમિત્તામાં રહેવું અને પાપથી બચવું તે સાહસ છે. તેમાં તપ, પ્રતિજ્ઞા, નિયમ આંશિક બચાવે ખરા. છતાં અગ્નિના સંગમાં ઝાળ લાગવાની. સાચા શ્રાવકપણાનો ધર્મ, સર્વ વિરતિની ભાવનાવાળો હોય. આપણો ધર્મ-અર્થાત્ ક્રિયા જ કહોને અનુકૂળતાવાળી હોય છે. જેમાં સંસારની અનુકૂળતાના રાગનો ભાવ હોય તેવા અનુષ્ઠાનો શું નિર્જરા કરાવે ! બંધન કરાવે. હમણાં કયાંક વાંચ્યું કે સાધુપણું સાચું ન પાળ્યું તેથી સ્વર્ગમાં જવું પડયું. સાચું સાધુપણું મુક્તિ માટે છે. નિષ્પાપ જીવન એટલે સાધુપણું. કાળને અનુસરી દેવલોકમાં જાય તો પણ તેમાં સુખભોગનો ભાવ ન હોય.
વાસ્તવમાં સાધુ કે શ્રાવક, સર્વથા પાપરહિત રહેવું તેજ આધ્યાત્મ, કર્મ રહિત બનવું તેવો પુરૂષાર્થ તે અધ્યાત્મ, જેનું પરિણામ મુક્તિ છે. મુક્તિ માટે બતાવેલો માર્ગ જાણવો તે જ્ઞાન, તેને યોગ્ય આચાર એ તે ચારિત્ર છે. તેની જ શ્રદ્ધા તે દર્શન છે.
હમણાં આ. શ્રી ચંદ્રગુપ્તજીનું ચાતુર્માસ છે. સભામાં કોઈએ પ્રશ્ન પૂછયો કે હવે ઉંમર થઈ સાધુપણું કેમ લેવાય? પ્રત્યુત્તર : મોટી ઉંમરે ખવાતું નથી, પચતું નથી, છતાં ખાવાની ઈચ્છા થાય
14
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org