________________
ત્રીજી આવૃત્તિ વિષે
ભાષાન્તરકર્તાના બે બેલ આજે લગભગ ૨૩ વર્ષે ત્રીજી આવૃત્તિ છપાવાને અવસર આવ્યો છે. અને ગુજરાતી ફાર્બસ સભાએ જ એ કામ ઉપાડી લઈને પિતાની અમદાવાદી બહેનને ખોળે મૂકેલું બાળક પાછું પોતે સંભાળી લીધું છે. ચિત્રરૂપી અલંકાર સહવર્તમાન બાળકને અડવું નહિ રાખતાં ચિત્રરૂપી અલંકાર પાછા તેને અંગે ધારણ કરાવ્યા છે.
ફાર્બસ મહાશયને રાસમાળાનું ભાષાન્તર ગૂર્જર ભાષામાં કરાવવું હતું. આ કામની યોગ્યતા જોઈને તેવા પુરૂષની ભલામણ કરવા વિષે તેમણે તે વેળાના ઉત્તર પ્રાન્તના એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર મિ. હેપને લખ્યું. તેમણે મારું નામ નિવેદન કર્યું. જે સમયે હું અમદાવાદમાં હતું. એટલે ન્યાય ખાતામાં ગોપાળરાવ હરિ દેશમુખ હતા તેમને તેમણે લખ્યું. એઓ પણ મારા પરિચિત હતા. મને પત્ર બતાવીને મુંબઈ જવાની ભલામણ કરી તે સમયે મારાથી અમદાવાદ છોડાય એમ નહતું. મારી વાત તો અહિંથી અટકી.
પછવાડેથી મારા જાણવામાં આવ્યું કે ફાર્બસ મહાશયે બીજા કોઈને શોધી કુહાડવામાં તેઓ પિતાના અવસાન સુધી ફાવ્યા નહિ. આ રીતે કામ મોકુફ રહેલું ફાર્બસ ગૂજરાતી સભાએ ઉપાડયું. પરીક્ષકસમિતિ નીમીને ભાષાન્તરના નમુના મંગાવ્યા. મારી પાસે ભાષાન્તર કરાવવાની સાહેબ મેસુફની સબળ ઈચ્છા હતી એ વાત લક્ષમાં રાખીને મેં પણ મારે નમુને મોકલે, અને તે સફળ નિવડ્યો.
બીજી અને ત્રીજી આવૃત્તિ સુધીનું કાર્ય મારા જ હસ્તક ચાલતું રહી શક્યું છે.
લેકેપયોગી સસ્તી આવૃત્તિ છપાવાની વૃત્તિ અમદાવાદની ગૂજરાત વર્નાક્યુલર સોસાઈટીને થઈ અને તે સમય સુધીના નવા એતિહાસિક બનાવે તેમાં ઉમેરી આપવાનું કામ મને સુપ્રત કર્યું, એ વિષે બીજી આવૃત્તિના સૂચનમાં એ વાત નિવેદન કરી છે.
બીજી આવૃત્તિમાં, ઘણું પુસ્તકનું સંશોધન કરીને મેં જ્યાં જે દાખલ કરવાનું હતું ત્યાં તે કર્યું છે. પરંતુ માથા કરતાં મને હર મહેતું થાય નહિ એ વ્યવહારસ્થિતિને અનુસરીને અંગરેજી મૂળ ગ્રંથમાં જેટલો વિષય હતા તેટલે જ આ આવૃત્તિમાં રાખવાને હેતુ સાચવ્યો છે, છતાં જયાં અગત્ય જણાઈ ત્યાં એવો ઉમેરે રહેવા દીધો છે અને તે કાંઈ ઓછો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com