________________
ભાષાન્તરકર્તાની પ્રસ્તાવના.
૧૦
તે આ
તેથી પ્રફુલ્લિત થતા મને કરીતે, એવા સગૃહસ્થનું ચરિત્ર ઉમળકાભરેલી રીતે લખાય તે નિઃશંક ઉત્તમ જ થાય; અને થયું છે પણ તેમ જ, પછીનાં પૃષ્ઠો તેમની મેળે જ બતાવી આપશે.
અમદાવાદના મગનલાલ વખતચંદે કુમારપાળ રાસા ઉપરથી રાસમાળાના ધેારણે ગુજરાતનેા લઘુ ઇતિહાસ રચ્યા છે. પરંતુ તે કરતાં વધારે વિસ્તારવાળા એક ઇતિહાસ રચવાની ધણી અગય હતી . અને તે રચવાનાં સાહિત્ય એકઠાં કરીને તેમાં આજ સુધી ડાકટર ભાઉ દાજી સરખા વિદ્વા નના નવા કરેલા શેાધને ઉપયાગ કરવાના મારા વિચાર હતા, પણ તેમ કરવાને કેટલાક વિલંબ હાવાને લીધે ફાર્બસ ગૂજરાતી સભાએ રાસમાળાનું ભાષાન્તર કરાવવાના ઠરાવ કહ્યો તેને મેં લાભ લીધા છે. નજચૂકથી અથવા જાદી રીતે અર્થ સમજવાથી અંગરેજી પુસ્તકમાં જે તુજ ચૂકા રહી ગઈ છે તે મારાથી ખની આવ્યું તેમ મૈં સુધારી લીધી છે, અને તે વિષે ટીપમાં જણાવેલું છે, તેમ જ, જે ઠેકાણે વિશેષ સૂચન આપવાનું મને ચાગ્ય જણાયું છે તે ઠેકાણે ટીપ આપીને તે પણ જણાવેલું છે. આ પ્રમાણે બનતી કાળજી રાખતાં છતાં પણુ, આવડા હેાટા પુસ્તકમાં અલબત્ત મારાથી ચૂકા થઈ ગઈ હશે તા “ મનુષ્ય પ્રાણી ભૂલ કરવાને પાત્ર છે” એ વાત ધ્યાનમાં રાખીને વિદ્યાનાએ ક્ષમા કરવી.
રાસમાળાના બે ભાગમાં થઇને ચાર વિભાગ છે, તેમાં ત્રણ વિભાગ તેા ઇતિહાસવિષયક છે, અને ચેાથેા રીતભાત અને વ્હેમ વિષે છે.
આ પુસ્તકમાં જે ચિત્ર આપ્યાં છે તે સિવાય ખીજી આકૃતિયા દાખલ કરવાની ધારણા હતી અને તે વિષેનું વર્ણન લખતાં આકૃતિ જોવાનું સૂચન પણ કરવામાં આવેલું છે, પણ તે આકૃતિયા વિલાયતથી આવી શકી નથી.
રણછેાડભાઈ ઉદયરામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com