Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas Author(s): Alexander Kinlock Farbas Publisher: Farbas Gujarati Sabha View full book textPage 9
________________ ગ્રંથકર્તાની પ્રસ્તાવના વડાદરા સરકારના પાટણના સૂબા આખા સાહેબની કૃપાથી, અણુહિલપુર જે ખરેખરી વિનેાદજનક જગ્યા છે ત્યાંથી એક ફ્રેંચાશ્રયનું પુસ્તક અને ખીછ મૂલ્યવતી સામગ્રી મળી આવી. મારૂં સરકારી અધિકારનું કામ, જે ધણું કરીને બહુ વધારે હતું, તેમાંથી અવકાશ મળતી મારી વેળામાં, મેં વહિવંચાના ચેાપડાના અને જૈનના રાસના શોધ પછવાડે જ પ્રયત્ન કહ્યો છે એટલું જ નહિ પણ હિન્દુઓમાં ચાલતી પ્રત્યેક રીતભાત, અને તેમાં મુખ્યત્વે કરીને જે મારા શેાધની વાતેામાં અને પુસ્તામાં આવતી, તેનું જ્ઞાન મેળવવાને કરેલા છે; દેવાલય, કૂવા, વાવું, અને છત્રિયા ઉપરના લેખના ઉતારા મેં કરાવ્યા છે; અને હિન્દુ શિલ્પચાતુર્યનાં સ્થાનનાં પ્રત્યેક ખંડેર, જે જોવાને મને બની આવેલું છે તે, મૈં તપાસેલું છે. આ છેલ્લા કામની મારી તપાસના કામમાં અમદાવાદનું નવું જૈનનું દેરૂં બાંધનાર કુશળ સલાટ પ્રેમચંદના મને ધણા આશ્રય મળ્યા છે; તેમ જ, ઘણા બુદ્ધિશાળી એવા એ સુતાર, ત્રિભાવનદાસ અને ભૂધર દયારામ કરીને હતા તેઓના પણ એવા જ આશ્રય મળેલા છે. આવા સમયમાં ગૂજરાત વર્નાકયુલર સાસાટીની સ્થાપના થઈ, અને આપણા કવીશ્વર જે એના કામને માટે સારી પેઠે તૈયાર થયેલા હતા, તેમણે ગુજરાતમાં ચાલતા વ્હેમ સંબંધી અને જ્ઞાતિ સંબંધી એ ઇનામના નિબંધ રચ્યા; એ બંને પુસ્તકાના ધણા ઉપયેગ મેં આ પુસ્તકના ચોથા વિભાગમાં કરેલા છે. મને ઇંગ્લંડ જવાની ઘેાડી રજા મળી તેમાં ઇણ્ડિયા હાઉસનું દફ્તરખાનું જોવાની મને આનરેબલ ઇસ્ટ ઇણ્ડિયા કંપનીના કાર્ટ ફ ડીરેકટરોએ આજ્ઞા આપી, તેથી તેમાંથી મારા સંગ્રહના ઉપયાગની સામગ્રી મેળવીને મારા પ્રયત્ન હું પરિપૂર્ણ કરવાને શક્તિમાન થયા. મારી મ્હેનતનું ફળ હું લેાકાની સેવામાં મૂકું છું, તે જેવું તેવું છે, તે પણ તે સ્થાનિક અધિકારિયેાના ઉપયાગનું થઈ પડશે, અને વિલાયતમાંના પણ મારા થેાડાક દૈશિયા, જેએના સરખી પ્રજા ગૂજરાતના હિન્દુ છે તેના લાભમાં, તેમનું લક્ષ ખેંચાવનાર સાધન થઈ પડશે. મારા સંગ્રહ મૈં જે રાસેામાંથી કરેલા છે તેઓને નામે નામ મારા સંગ્રહનું નામ મેં “રાસમાળા” રાખ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 642