Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas
Author(s): Alexander Kinlock Farbas
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 7
________________ ગ્રંથકર્તાની પ્રસ્તાવના વધારે વિસ્તારવાના પ્રદેશ ઉપર કલ્યાણના રાજાઓએ પિતાનું રાજ્ય વિસ્તાર્યું હતું, અને કમીમાં કમી, પરમાર, ચેહાણ, અથવા રાઠોડની પંક્તિમાં આવી જાય એવા અણહિલપુરના સોલંકી હતા. અમારા આ પુસ્તકમાં અમે વનરાજના નગરની વાત લખિયે છિયે, તેમ જ તેને નાશ થવા ઉપરથી તેમાંથી હિંદુનાં બીજાં રાજ્ય અને સંસ્થાન સ્થપાયાં તથા જે માહેલાં કેટલાંક તે આજ સુધી ચાલતાં આવ્યાં છે તે સંબંધી પણ લખીને એ બંને ઉપર અમારા વાંચનારનું લક્ષ અમે ખેચિયે છિયે. હું સારી પેઠે સમજું છું કે મારે વિષય-ઈડિયન છતાં પણ માત્ર એક ચક્કસ સ્થાન વિષે છે તે સર્વને રસિક થઈ પડવો કઠિન છે. તેમ જ, તેનું વર્ણન કરવાની મારી પોતાની ખામિયા વિષે પણ હું જાણું છું એમ નથી. તથાપિ હું આઠ વર્ષ સુધી ગૂજરાતમાં રહ્યો છું અને તાપી નદીના કિનારાથી તે છેક બનાસ નદીના કિનારા સુધી વસનારા જૂદા જૂદા લેકના ઘાડા સંબંધમાં કામની રૂઇયે તથા ખાનગી રીતે આવેલું છું, તેથી મને મારા આ કામમાં યુગ્ય થવાને કેટલોક લાભ મળેલો છે. પૂર્વની વિદ્યાનું જ્ઞાન મને છે એવું ડેળ હું પ્રથમથી જ ઘાલતો નથી, તે પણ, તે સાથે મારે લખવું જોઈએ કે હિન્દુ વિદ્વાનો પાસેથી મને જોઈત આશ્રય મળે છે, અને એ વાતથી જે કે પુસ્તક રચનારની કુશળતા ઓછી થઈ જણાઈ આવે છે, તો પણ, તેથી કરીને પુસ્તકની કદર ઓછી થઈ ગયેલી વિચારવામાં આવશે નહિ. વ્યાપારી લેકે ઘણું કરીને વિદ્યા સંબંધી વિષયમાં નિસ્પૃહી હોય છે તે પણ એક વ્યાપારી વીરચંદજી ભંડારી કરીને મારવાડને રહેવાશી જૈનધર્મ પાળનારો હતો તે સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં કુશળ હતો, તેણે મને પ્રબંધ ચિંતામણિનું પુસ્તક આપીને જ માત્ર ઉપકૃત કર્યો છે એટલું જ નહિ પણ તેનું ભાષાંતર કરવામાં તેના આશ્રયની ખરેખરી અગત્ય હતી તે તેણે પૂરી પાડી છે. સોરઠની સીમા ઉપર વઢવાણ આવેલું છે ત્યાંના રહેવાશી દલપતરામ ડાહ્યાભાઈ છે તેમને ઉપકૃત હું વિશેષ કરીને થયેલો છું. મને ગુજરાતમાં રહ્યાને ઘણું દિવસ થયા નહિ એટલામાં હું સરકારી અધિકાર ઉપર હતો તે પ્રસંગે મારા માં આગળ એક કાગળ રજુ કરવામાં આવ્યો, તેમાં બે ભાટની સહિયો સાથે. કટારિ> નાં નિશાન કુહાડેલાં હતાં, તે જોઈને મારી જિજ્ઞાસા ઉદિત થઈ પછી મેં પૂછપરછ કરવા માંડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 642