________________
ભાષાન્તરકર્તાની પ્રસ્તાવના. ગૂજરાત સરખે વિસ્તીર્ણ દેશ, જેવો સુષ્ટિસૌદર્યથી ભરપૂર અને ચિત્તાકર્ષક છે તે પ્રમાણે ઐતિહાસિક વિષયમાં પણ તેવો જ છે. પરંતુ તે વિષે જ્ઞાન મેળવવાને જ્યાં સુધી આપણને સાધન મળ્યાં હેય નહિ, ત્યાં સુધી તે વિષે વિચાર આપણા મનમાં પૂરેપૂરે આવી શકે નહિ. જે પરદેશી રાજ્યની અને આપણી વચ્ચે હજારે ગાઉનું અંતર આવી પડેલું, અને મહા વિશાળ સાગરે વચ્ચે પડીને એક બીજાને જુદા પાડેલા, એવા દેશને પ્રાચીન, મધ્યકાલિક, અને અર્વાચીન ઈતિહાસ, આપણું નજર આંગળ બનેલા વૃત્તાન્તની પેઠે આપણે જાણિયે, અને આપણે પિતાના જ દેશને ઈતિહાસ, તેવાં જ રાજ્યના ઈતિહાસ સાથે સરખાવતાં, તેવો જ મનોરંજક, તેવો જ બેધકારક, તેવો જ ખેદકારક, અને તેવો જ દેશભક્તિ ઉત્પન્ન કરાવે એ છતાં, તેનાં ચમત્કારિક પૃષ્ઠ ઉપર દૃષ્ટિ ફેરવવાને આપણને સાધન મળે નહિ એ કેવું શકાસ્પદ ફહેવાય? આનરેબલ મિ. ફાર્બસે અતિશય રટણ કરીને ગુજરાતને મહિમા બતાવી આપનાર રાસમાળા રૂપી સાધન કરીને ગુજરાતની સારી સેવા બજાવી છે. એ સદ્ગહસ્થ ઘણું પુસ્તકનું મથન કરીને તેમાંથી પોતાનો અભિષ્ટ સંગ્રહ કરી લીધું છે. તે ઉપરાન્ત વહિવંચાના ચોપડા અને બીજા લેખ, તેમ જ બીજ પુસ્તકે જોયાં હશે તે તે જુદાં.
આ૦ મી. ફાર્બસે ઘણો શ્રમ વેઠીને અંગરેજી પુસ્તક બે ભાગમાં તૈયાર કર્યું છે. તેમાં તેમણે આ દેશના લેકે ઉપરનો પિતાને ભાવ બતાવી આપ્યા છે. એવા સગ્રહસ્થનું જીવનચરિત્ર આ પુસ્તક સાથે જોડવાને લખવાને મારો વિચાર હતું, પણ તે કામ ઉપાડી લેવાનું કામ સભાના માનદ મંત્રી ભાઈ મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠીએ માથે લીધું તેથી મને ઘણી ખુશી થઈ કેમકે, એ ભાઈને એ ગૃહસ્થ સાથે ઘાડો સંબંધ થયેલો હતો તથા સભા સ્થાપન કરવાના શુભ ઉદેશમાં એ ભાઈને પ્રેમપૂર્વક આશ્રય આપ્યો હતો
૧ પ્રબંધ ચિંતામણિ, હયાશ્રય, શત્રુંજયમાહાભ્ય, કુમારપાળ ચરિત્ર, કુમારપાળ પ્રબંધ, ભાજપ્રબંધ, વસ્તુપાળ તેજપાળને રાસ, કુમારપાળ રાસ, ગરૂડપુરાણની પ્રેત મંજરી, ઈત્યાદિ સંસ્કૃત તથા પ્રાકૃત પુસ્તકો, તેમ જ મારવાડી ભાષાને પૃથુરાજ રાસો, હિન્દી ભાષામાં રચાયેલી રત્નમાળા અને જગદેવ પરમારની વાત. અંગરછમાં ઢાંક રાજસ્થાનના બે ભાગ, અઇન અકબરી, મિરાતે અહમદી, એલિફન્સ્ટન કૃત હિન્દુસ્તાનને ઈતિહાસ, ફાર્બસ કૃત એરિએન્ટલ એવાર, ગ્રાન્ટ ફાત ઇતિહાસ, ઢીડ વેસ્ટર્ન ઇન્ડિયા, ઇત્યાકિ, ઇત્યાદિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com