Book Title: Rasamala Athva Gujarat Prantno Itihas Author(s): Alexander Kinlock Farbas Publisher: Farbas Gujarati Sabha View full book textPage 8
________________ ગ્રંથકર્તાની પ્રસ્તાવના અને એ જાતિના લેકે માંથી જેઓને સમાગમ કર બની આવ્યો તેઓને મેં સમાગમ કર્યો. ભાટ લેકના ભંડારની આ પ્રમાણે મને ઝાંખી થઈ એટલે, મારી જિજ્ઞાસા શમી જવાને બદલે ઉલટી વધી. જે લેકેની પાસે રાસની ભંડાર હતા, અને જે મેળવવાની મારી ઈચ્છા હતી તે લોકોને સમજાવવાને અને ભંડારના ડાબલાને ખુલાસે કરી લેવાને ભાટની વાતોનું જ્ઞાન મેળવી લેવાની અગત્ય હતી, તે મેળવવા માટે કેઈ દેશી માણસના આશ્રયની મને ખરેખરી અગત્ય જણાઈ સારા ભાગ્યે કરીને, તરત જ કવીશ્વરનું નામ મને જાણ કરવામાં આવ્યું કેમકે દલપતરામને તેમના દેશના લોકોએ એ પદ આપેલું છે, એમને મેં ઈ. સ. ૧૮૪૮ માં ઠરાવ કરીને રાખ્યા, તે દિવસથી મારા એ ઉપયોગી સાહાટ્યક ઘણું કરીને મારી પાસે જ રહેતા. રાસ, વાર્તા, એકઠી કરવાને, અને લેખન ઉતારે કરી લેવાની મતલબે, ગુજરાતના ઘણું ખરા ભાગમાં ફરવાની મેં દલપતરામને ગોઠવણ કરી આપી, તેય પણ અમારા શ્રમને બદલે મળવાને કેટલીક વાર થઈ અજ્ઞાનતા, અદેખાઈ અને લેભ નડવાથી અમારે ઘણીક હરકતે વેઠવી પડી છે, તેનું વર્ણન આ ઠેકાણે જે હું આપું તે તે કદાપિ વાંચનારને ગમતભરેલું થઈ પડે ખરું, પણ તે નિશ્ચય કંટાળો ઉપજાવે; તથાપિ તે વિષેને જોઈયે તે વિચાર, હું નીચે થેડી હકિત લખું છું તે ઉપરથી, લક્ષમાં આવશે. મારા શોધ ઉપર “હેમાઈને કેટલાક એમ ધારતા હતા કે છૂપો ખજાને શોધી કુહાડવા સારૂ સરકારે મને ઠરાવ્યો છે; વળી કેટલાક એમ ધારતા કે, આપણું જમીન સરકાર ખાલસા કરી દેવા સારૂ આપણા હક્ક સંબંધી કાંઈ સબબ શેધી કુહાડવાને હેત છે; વળી જે વહિવંચા લેકે પાસે હકિકત લખેલી હતી તેને ઉતારે કરવા દેવાના બદલામાં ગામ ઈનામ આપવામાં આવે તે તે યોગ્ય બદલો આપ્યો કહેવાય એવી ઘણું વાર મને સૂચના કરવામાં આવતી હતી. છેવટે મારા સરકારી અધિકારને લીધે હું વાઘેલા, ઝાલા, અને ગોહિલ વંશના ઠાકરેના સંબંધમાં આવ્યો, અને તુરત જ મારા જાણવામાં આવી ગયું કે ભાટ લોકોને ગમે તેવી લાલચ બતાવવા કરતાં, અને ગમે તે પ્રકારે તેઓને વિનવવા કરતાં, તેમને જે તેઓ વંશપરંપરાના જેના પરિયાગત છે એવા આ સંસ્થાનિકે ભણુથી જરા સૂચના મળે તે કામ થાય. હું મહીકાંઠાને પિલિટિકલ એજસ્ટ હતા, તેથી, ઉપરના વિચાર પ્રમાણે મારું કામ તે પ્રાન્તના રાજકર્તાઓની સાહા તાથી કહાડી લેવાને શક્તિવાન થયે એટલું જ નહિ, પણ ગાયકવાડના મુલ્કમાંથી પણ એવા પ્રકારની સુલભતા મને મળી ગઈ. (પ્રથમ તે એક વાર મને ત્યાંના કારભારિયે ભણથી ચોખ્ખી ના કહેવામાં આવી હતી.) અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 642