________________
ચાર કર્મ ભસ્મીભૂત કરીને જેઓ સ્વસ્વરૂપથી વિહાર કરે છે, ...અઢાર દૂષણથી રહિત, સચ્ચિદાનંદ સ્વરૂપથી વિરાજમાન અને મહાઉદ્યોતકર બાર ગુણ જેઓમાં પ્રગટે છે; જન્મ, મરણ અને અનંત સંસાર જેનો ગયો છે તે સત્ દેવ નિગ્રંથ આગમમાં કહ્યા છે. એ દોષ રહિત શુદ્ધ આત્મસ્વરૂપને પામેલ હોવાથી પૂજનીય પરમેશ્વર કહેવાય છે.”
| ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ (વચનામૃતજી) પ્રારંભે આદિદેવ ઋષભજિનને વંદન કરીને અને અરિહંતને જયવંત કહીને જળહળ જયોતિસ્વરૂપ કેવળજ્ઞાની પ્રભુને પ્રાર્થના કરી તેમાં ગાથા ૭ અને ગાથા ૮માં પણ કેવું લખ્યું છે ?
અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૭. આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન,
આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૮. પ્રથમ નમસ્કાર અરિહંતને શા માટે?
પંચ પરમેષ્ઠીમાં સર્વોત્કૃષ્ટ પદ જો કે સિદ્ધ ભગવંતનું છે છતાં, સર્વજ્ઞતા-વીતરાગતાઅનંત ચતુષ્ટય સંપન્નતા વગેરે આંતરિક વિકાસ તો બન્નેનો સમાન જ છે.
- સિદ્ધ ભગવંતનો મહિમા કોણે બતાવ્યો ? કદાચ આપ કહેશો કે, સંતો-આચાર્યોઉપાધ્યાયો-ઋષિમુનિઓએ ગ્રંથોમાં ગાયો છે. એ ય ખરું કે, આપણે તેમના ગ્રંથો-શાસ્ત્રો જ વાંચીએ છીએ. પરંતુ આ પરંપરા બની તો અરિહંત પ્રભુની દેશના થકી. વીતરાગની વાણી ખરી ખરી, દિવ્યધ્વનિ પ્રગટી. આ પરમોપકારને કારણે પ્રથમ નમસ્કાર. સત્યનો પ્રથમ સાક્ષાત્કાર અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ અરિહંતને છે. પછી આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંત જે જનસમૂહ સમક્ષ વ્યાખ્યાને છે. મૂળ અનુભૂત સત્યની પ્રતિમા તો અરિહંત છે. આધ્યાત્મિકતાનું સર્વોચ્ચ પવિત્રતમ રૂપ ત્યાં છે, તે છે. આ અ-લૌકિક કારણ કહ્યું. લૌકિક કારણ શું?
અરિહંતનું ધ્યાન ધરતાં પુષ્કળ પુણ્યબંધ થાય અને સાંસારિક મુશ્કેલી સમાપ્ત થાય. જેટલા પણ ઋદ્ધિ મંત્ર છે તેના બીજમંત્રમાં અરિહંતનો અર્થ અનેકશઃ અંતર્નિહિત છે. ત્રિવિધ તાપથી પરેશાન થઇને કોના શરણે જઇશું? પરેશ યાને ભગવાનને શરણે. પરને પોતાનું માન્યું માટે આપણે પરેશાન છીએ ને? પર યાને શ્રેષ્ઠ પરમાત્માને પોતાના માટે અને પોતાને પણ શુદ્ધાત્મા યાને, શુદ્ધ ભાવમાં રહે, શુદ્ધ ઉપયોગમાં રાચે તો? ‘વાત છે માન્યાની' પ્રભુશ્રીજીના બોધમાં જવલંત રીતે ઝળકે છે. “પરેશાં રાત સારી હૈ... સિતારે તુમ તો સો જાઓ”શ્રી જગજિતસિંહની ગઝલ યાદ આવી ગઇ. ગ્રહવો હોય તો ત્યાં યે બોધ જ છે !
અરિહંત અને સિદ્ધ બન્ને દેવતત્ત્વ (દેવ-ગુરુ-ધર્મતત્ત્વમાં) પણ દર્શન તો અરિહંતનાં જ થાય ને ? સાકાર, યોગી, સદેહી, સશરીરી, સગુણ, સકલ, દેહધારી પરમાત્મા માટે દેવાધિદેવ !
- જો કે, અરિહંત બે પ્રકારે. સામાન્ય અરિહંત અને તીર્થકર અરિહંત. તીર્થંકર નામકર્મ પ્રકૃતિનો ઉદય વેદવો પડે છે તે તીર્થંકર પ્રભુ. બાકી કેવળજ્ઞાન તો બન્ને ધરાવે છે.
પંચજ્ઞાનની પૂજામાં શ્રી રૂપવિજયજી મ.સા. કહે છે તેમ, “પૂજા શ્રી અરિહંતની, કરીએ ધરીએ એક તાન, મોહન! નાગકેતુ પરે નિર્મળી, પામો કેવળજ્ઞાન, મોહન.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org