________________
માત્ર યાદથી તરબોળ બનવાનું ચાલુ છે. એમની સરળતા, સાદગી પ્રિયતા, નિખાલસતા, નિર્મળતા એક એક દશ્યો આજે દેખાય છે. પ્રચંડ પુરુષાર્થનો જીવનમંત્ર આજે સમજાય છે.
એ મહાપુરુષનો પ્રત્યક્ષ સંગ કરનારા આ ધરાતલ પર હજી ૩૦/૩૫ વર્ષ સુધી મળી આવશે. એમનું પ્રત્યક્ષ સાનિધ્ય માણનારાઓ હવે આગામી સો વર્ષમાં કોઇ નહિ બચે. બચશે માત્ર એમના દ્વારા સર્જન થયેલા સુકૃતો. ૨૦૦ ગ્રંથોના સર્જન હોય કે ૭૨ જિનાલય જેવા વિરાટ તીર્થો હોય, ૨૫૦ થી અધિક શ્રમણ-શ્રમણીના મુખે ‘અમે ગુણસાગરસૂરિના સમુદાયના...' એ હૃદયગુંજનથી જીવંત રહેશે. એમના નામને, પ્રભાવને વધુ પ્રાણવાન બનાવવાનો પ્રામાણિક પરિશ્રમ કરવા જેવો છે.
જિંદગી તો દાયકે દાયર્ક આગળ વધવાની છે. એક દિવસ અમારા એ દાયકાઓ પૂરા થઇ જવાના છે. એમના જેવી સાધનાનું સત્વ નથી. એવી આરાધનાનું બળ પણ નથી. એમના જેવી સમજ અને ગીતાર્થતા નથી. ગંભીરતાનું અંશ પણ ડોકાતો નથી. ભાવનાઓમાં ઉણપ છે. ઉંચા અધ્યવસાયોની ઉડાન નથી ખારા ટોપરા જેવી લાગણીઓની અભિવ્યક્તિમાંય સડેલા સ્વાર્થની દુર્ગંધ છે ત્યારે એમના જેવી અંતિમ સમયની સજ્જતા કેવી રીતે આવશે એ મૂંઝવે છે. અમારા આતમરામમાં ગુણોનો વૈભવ આવશે કે કેમ?
અમારા જીવનના થોડા વરસો સાહેબજી સાથે વીત્યા છે. અમારું નામ આપની સાથે જોડાયું છે એટલો હરખ આજે વર્તાય છે.
ભાદરવા વિદ અમાસની અંધારી રાત્રિમાં આટલું અમારા માટે પ્રકાશના કિરણો સમાન છે.
ભગવાનનું શાસન દુનિયાના જીવોને સંસારથી બચાવનારું અમોઘ આલંબન છે. મહાપુરુષે શાસનની જવાબદારી પોતાના ખભે ઉપાડીને આપણી પર બહુ મોટો ઉપકાર કર્યો છે. એ ઉપકારોનું ઋણ કદિ વાળી શકવાના નથી. અલવિદાની ૨૭મી પુનિત તિથિએ સાચી ગુરુભક્તિ ઋણમુક્તિ રૂપ ફરજ બનાવી શકીએ એટલી જાગૃતિ આવે એ જ ભાવના. આ જ્ઞાનસારનું સંકલન આપની જ શક્તિથી શક્ય બન્યું છે. મારું કશું જ નથી.....
MAA
______WIT ८
HUNATHA & ENT YOU YAMAN