________________
૩૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
વગેરે લાગવાનો સંભવ છે તેથી આશાતના થાય છે. (૪) પુરઃસ્થ :- ગુરુની આગળ નિષ્કારણ ઉભા રહેવું.
પક્ષ:સ્થ :- ગુરૂની પડખે-નજીકમાં નિષ્કારણ ઉભા રહેવું. (૬) પૃષ્ઠસ્થ :- ગરની પાછળ - નજીકમાં નિષ્કારણ ઉભા રહેવું. (૭) પુરોનિષીદન :- ગુરુની આગળ નિષ્કારણ બેસવું. (૮) પક્ષવિષીદન :- ગુરુની પડખે-નજીકમાં નિષ્કારણ બેસવું (૯) પૃષ્ઠનિષીદન :- ગુરુની પાછળ-નજીકમાં નિષ્કારણ બેસવું
જ ચાલવું, ઉભવું, બેસવું એ રીતે આગળની-પાછળની, પડખાની ત્રણ-ત્રણ આશાતના થઈ આ ત્રણ ત્રિકથી નવ આશાતના થઈ
(૧૦) આચમન :- ગુરુની સાથે ઉચ્ચારભૂમિ - ચંડિલ ભૂમિ ગયેલ શિષ્ય ગુરુના પહેલા આચમન અર્થાત્ દેહશુદ્ધિ કરે. આહારાદિ વખતે પણ પહેલા મુખાદિ શુદ્ધિ કરવાથી થતી આશાતના
(૧૧) આલોચના :- બહારથી ઉપાશ્રયે ગુરુની સાથે આવ્યા છતાં ગુરુની પહેલાં ગમનાગમનની આલોચના કરે.
(૧૨) અપ્રતિશ્રવણ :- કોણ ઊંઘે છે, કોણ જાગે છે ? એ પ્રમાણે રાત્રે ગુરૂ પૂછે ત્યારે શિષ્ય જાગતો હોય તો પણ જાણે સાંભળતો ન હોય તેમ જવાબ ન આપે.
(૧૩) પૂર્વાલાપન :- કોઈ આવેલ ગૃહસ્થાદિકને ગુરુએ બોલાવ્યા પહેલા પોતે બોલે – પહેલા જ વાતચીત કરે.
(૧૪) પૂર્વાલોચન :- ગોચરી-આહારાદિ લાવીને પ્રથમ બીજા કોઈ સાધુ આગળ તે ગોચરી આલોચે (અથવા ત્યાર પછી ગુરુ આગળ ગોચરી આલોચે. (આશાતના ૧૧ અને ૧૪માં એક જ ભેદ છે. ૧૧માં ગમનાગમનની આલોચના છે, ૧૪માં ગૌચરીની આલોચના છે.)
(૧૫) પૂર્વોપદર્શન - લાવેલી ગૌચરી ગુરુને દેખાડ્યા પહેલાં બીજા કોઈ સાધુને દેખાડે.
(૧૬) પૂર્વ નિમંત્રણ :- લાવેલ આહાર-પાણી વાપરવા માટે પહેલાં બીજા સાધુઓને નિમંત્રણ કરે-બોલાવે, પછી ગુરુને નિમંત્રણ કરે.
(૧૭) ખદ્ધદાન :- આહાર લાવીને ગુરુની આજ્ઞા વિના પોતે જ બીજા સાધુઓને જેમ યોગ્ય લાગે તેમ મધુર સ્નિગ્ધ આદિ-ખાદ્ય આહાર યથાયોગ્ય દાન-વહેંચી આપે તે.
(૧૮) ખદ્ધાદાન :- આહાર લાવીને ગુરુને કંઈક થોડો આપીને જે સ્નિગ્ધ અને મધુર આહાર ઉત્તમ દ્રવ્યોનો બનેલો હોય તે પોતે વાપરે. (ખદ્ધ-ખાદ્ય મધુર આહાર, અદન-ખાવું તે.).
(૧૯) અપ્રતિશ્રવણ :- દિવસના પણ ગુરુ બોલાવે ત્યારે ન બોલવું
(૨૦) ખદ્ધભાષણ :- કઠિન, કર્કશ અને મોટા ઘાંટા પાડીને ગુરૂ સાથે ખદ્ધ એટલે પ્રચૂર બોલવું