________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૨૦
૧૬૭
“સાત લાખમાં અપાયેલી છે.) બત્રીશ અનંતકાયના નામો આ પ્રમાણે છે–
(૧) સૂરણકંદ, (૨) વજકંદ, (૩) લીલીહળદર, (૪) આદુ, (૫) લીલો કચૂરો, (૬) શતાવરી, (૭) વિરાલી, (૮) કુંઆર, (૯) થોહરી, (૧૦) ગડૂચી, (૧૧) લસૂણ, (૧૨) વંશકારેલા, (૧૩) ગાજર, (૧૪) લવણક, (૧૫) લોઢક, (૧૬) ગિરિકર્ણિકા, (૧૭) કિસલયપત્ર, (૧૮) કસેરૂ-ખીરિંશુક, (૧૯) થેગનીભાજી, (૨૦) લીલીમોથ, (૨૧) લવણવૃક્ષની છાલ, (૨૨) ખિલુs કંદ, (૨૩) મૂળાનો કંદ, (૨૪) ભૂમિરુહ, (૨૫) ફણગાવેલા કઠોળ, (૨૬) વત્થલો, (૨૭) શૂકરવલ્લી, (૨૮) પલ્ચક-પાલકભાજી, (૨૯) કુણી આંબલી, (૩૦) આલુકંદ, (૩૧) પિંડાળુ
( “સાતલાખ' સૂત્ર-૩૧માં પણ ગ્રંથાન્તરથી ૩૨ અનંતકાયના નામો જણાવેલા છે. ઉપરોક્ત નામો અને તે નામોમાં ક્રમ અને નામની દષ્ટિએ તફાવત છે, તે કેવળ વિવફા ભેદ સમજવો.)
(૯) અભક્ષ્ય-૧૭ - બોળ અથાણું - તેને સંધાનક કહે છે. લીંબુ, કેરી, કરમદા, ગુંદા આદિ અનેક વસ્તુઓના બોળ અથાણામાં ઘણાં ત્રસ જીવો ઉત્પન્ન થાય છે માટે વર્યું છે.
(૧૦) અભક્ષ્ય-૧૮ ઘોલવડાં જેને “દિલ' કહે છે. કાચા દૂધ, દહીં, છાસ મિશ્રિત કઠોળ કે તેની દાળમાં અનેક સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થતા હોવાથી તે અભક્ષ્ય છે.
(૧૧) અભક્ષ્ય-૧૯ - વૃતાક - જેને (કેટલાંક) રીંગણા પણ કહે છે તે કામવૃત્તિપોષક તથા બહુ નિદ્રા લાવનાર હોવાથી અભક્ષ્ય છે.
(૧૨) અભક્ષ્ય-૨૦ અજાણ્યા ફળ-ફૂલ - તેમાં પ્રાણહાનિ તથા રોગની ઉત્પત્તિનો સંભવ હોવાથી અભક્ષ્ય છે.
(૧૩) અભક્ષ્ય-૨૧ તુચ્છ ફળ - ચણી બોર, મહુડા, જાંબુ આદિ તુચ્છ ફળો છે. તેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું વધારે હોવાથી તેને વર્ક્સ કહ્યા છે.
(૧૪) અભક્ષ્ય-૨૨ ચલિત રસ - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ફરી જવાથી તેને ચલિત રસ કહે છે. તેમાં વાસી અત્ર, કોહવાઈ ગયેલ વસ્તુ ઇત્યાદિ અનેકનો સમાવેશ થાય છે. તેમાં અતિ સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થતા હોવાથી તે અભક્ષ્ય છે.
( અહીં અભક્ષ્ય પદાર્થોનો સામાન્ય અર્થ અને વર્જવાના કારણો કહ્યા છે. વિસ્તારથી તેનું વિવેચન મોટા ગ્રંથોથી જાણવું.).
• પુરુષ અને સ - ફૂલ અને ફલને વિશે.
૦ પુષ્પ એટલે પુષ્પ કે ફૂલ ખાવા માટે કે શોખ માટે ફૂલોનો ઘણો ઉપભોગ કરનારે તેને જીવહિંસાનું કારણ ગણી ત્યાગ કરવો જોઈએ અથવા તેના ઉપભોગની મર્યાદા નક્કી કરવી જોઈએ.
૦ છત્ત - એટલે ફળ, ફળમાં મુખ્યતાએ તુચ્છ ફળ અને અજાણ્યા ફળનો સમાવેશ થાય છે. તે અભક્ષ્ય હોવાથી ત્યાગ કરવો. તેમજ ફળનો વધારે ઉપયોગ