________________
વંદિત્તુ-સૂત્ર-વિવેચન-ગાથા-૨૭, ૨૮
સાંજે નિત્ય સામાયિક કરવાનો નિયમ હતો. કોઈ વખતે તે ડોશીથી સમયસર સામાયિક ન થઈ શકી તેથી આત્મનિંદા અને પશ્ચાત્તાપ કરતી બેઠી હતી. ત્યારે શેઠે કહ્યું કે, તને મારી માફક લાખ સુવર્ણનું દાન આપવામાં કંઈ ઓછું તો નથી થયું ને? તો પછી આટલો વલોપાત શાને માટે કરે છે ? આજે ઉઠ-બેસ ઓછી થઈ કે એક કપડું આમતેમ ન કર્યું તો કાલે વધુ કરજે. ત્યારે ડોશીએ કહ્યું કે શેઠ આવું ન બોલો. સામાયિકમાં તો ઘણો મહાન્ લાભ છે.
૧૯૧
કાળક્રમે બંને મૃત્યુ પામ્યા. ડોશી મરીને તે જ નગરમાં રાજપુત્રી થઈ, રાજાને તે બહુ વહાલી થઈ. શેઠ મૃત્યુ પામીને હાથી થયો, તે હાથી ભીલ લોકોએ રાજાને ભેટ આપ્યો. રાજાએ તેને પટ્ટહસ્તી રૂપે સ્થાપ્યો. કાળક્રમે રાજપુત્રી તથા હાથી બંને જાતિ સ્મરણજ્ઞાન પામ્યા. તેથી હાથી ઢોંગ કરીને રાજમાર્ગ પર પડી રહ્યો. રાજપુત્રીએ તેના કાનમાં પોતાનો પૂર્વભવ કહેતા જ હાથી ઉભો થઈ ગયો. બોધ પામીને તેણે અનશન કર્યું. મરીને તે દેવલોકે ગયો. રાજપુત્રી દીક્ષા લઈ, કેવળજ્ઞાન પામી મોક્ષ ગયા.
હવે ગાથા-૨૮માં બીજા શિક્ષાવ્રતના પાંચ અતિચારોને જણાવવામાં આવે છે. આ વ્રત શ્રાવકના બાર વ્રતોમાં દશમું વ્રત ગણાય છે. મુખ્ય માર્ગે આ વ્રતને છટ્ઠા દિક્પરિમાણ વ્રતના સંક્ષેપરૂપ વ્રત તરીકે ઓળખાવાયેલ છે. જેમકે - પહેલાં જો જાવજ્જીવને માટે ૧૦૦ યોજન આદિ પ્રમાણ રાખીને દિક્પરિમાણ વ્રત ગ્રહણ કર્યું હોય, તેમાંથી પોતાના અનુકૂળ દિવસે ઘરથી કે કોઈપણ નિયત સ્થાનેથી આગળ જવાનો - બે ઘડી આદિ સમય સુધી નિષેધ કરવા સ્વરૂપ અથવા તો પહેલાના બધાં જ વ્રતોનો સંક્ષેપ કરવા રૂપ આ દેશાવકાસિક વ્રત છે.
સર્વ વ્રતો લેતી વખતે છુટાં રાખેલા વિશાળ આરંભના એકએક દેશભાગમાં અલ્પ આરંભમાં રહેવું કે આવી જવું તે દેશથી અવકાશને દેશાવકાશિક કહેવાય છે.
આ વ્રતમાં એક મુહૂર્ત, એક દિવસ, એક રાત્રિ, પાંચ કે પંદર દિવસ એમ જેટલા દિવસ સુધી રહેવાનો ઉત્સાહ થાય તેટલો કાળ દૃઢતાથી વ્રત ધારણ કરવું. યોગશાસ્ત્ર વૃત્તિમાં અને ધર્મસંગ્રહની ગાથા-૩૮માં કહ્યા પ્રમાણેદિક્પરિમાણ વ્રતનો વિશેષ એ જ દેશાવકાસિક વ્રત છે. તેમાં વિશેષ એ છે કે, દિક્પરિમાણ વ્રત છે તે યાવજ્જીવને માટે કે એક વર્ષ માટે કે એક ચાતુર્માસ માટે લેવાય છે. જ્યારે આ દેશાવકાશિક વ્રત એક દિવસ-એક પ્રહર કે એક મુહૂર્ત માટે ગ્રહણ કરાય છે.
૦ દેશાવકાશ એટલે દેશથી અવકાશ, દેશથી અમુક અંશે અને અવકાશ એટલે છૂટ રાખવી તે.
ઞવશ્ય સૂત્રમાં કહ્યું છે કે, દિવ્રતમાં ગ્રહણ કરેલાં દિશાના પ્રમાણમાં રોજ નવું-ટૂંકું પ્રમાણ કરવું તે દેશાવકાસિક જાણવું. સંવોધપ્રરળ ગાથા-૧૨૨માં કહ્યું છે કે, પ્રતિદિન દિશિપરિમાણનો અથવા
છૂટા રાખેલાં
➖