Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 299
________________ ૨૯૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ ધ્વંસ કરી દીધો અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ પણ કરી તે સૂચવવા અહીં વિશેષણ મૂક્યું કે, “તજ્જયાવાસ મોલાય.' વળી આ વર્ધમાન કેવા છે ? ચોથા ચરણમાં કહે છે– પરોક્ષાણ યુકતર્થના - કુતીર્થિક - અન્યદર્શનીઓને પરોક્ષ અર્થાત્ નજરે દેખાતા નથી તેવાને. ૦ પરોક્ષ - પરોક્ષ, અપ્રત્યક્ષ, દૃષ્ટિથી દૂર, નજરને ન દેખાતાં. – અહીં અક્ષ એટલે આંખ, દષ્ટિ. તેનાથી પર એટલે જે આંખો વડે દેખી શકાતો નથી કે દૃષ્ટિમાં આવતા નથી તે. ૦ કૃતીર્થનામુ - કુતીર્થિઓને અર્થાત્ જે અન્યદર્શની છે, અન્યલિંગી છે, મિથ્યાત્વી છે, પાખંડી છે તેવાઓને એટલે કુત્સિત કે ખરાબ કે ખોટા કે મિથ્યામતિ તીર્થ એટલે શાસ્ત્ર, મત, પ્રરૂપપણા આદિ. – જેમના શાસ્ત્રો કુત્સિત છે તેઓ કુતીર્થિક કહેવાય છે. આ જ પ્રકારનો ભાવ સૂત્ર-૨૦ “કલ્લાણ કંદં"માં “કુવાઈ' શબ્દમાં પણ પૂર્વે કહેવાય છે. – આવા કુવાદી કે કુતીર્થિ કે જેમના શાસ્ત્રો પરસ્પર વિસંવાદી છે અથવા તો એકાંત દૃષ્ટિના પ્રતિપાદક છે તે. - એવા કુશાસ્ત્રોને માનનારાઓના અર્થાત્ પાખંડીઓના ચાર ભેદો સૂયગડાંગ અંગસૂત્રમાં વિસ્તારથી અને તેમના મતના ખંડનપૂર્વક મૂળ આગમ, તેની ચૂર્ણિ અને તેની વૃત્તિમાં વર્ણવાયેલ છે. સ્થાનાંગ સૂત્રમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. તેના ચાર ભેદ કહ્યા - જ્ઞાનવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી અને ક્રિયાવાદી જેમના પેટા ભેદો કરતા ૩૬૩ પાખંડીઓ કહ્યા છે. બૌદ્ધ, આજીવિક, નૈયાયિક, વૈશેષિક, મીમાંસક વગેરે તેના ઉદાહરણો છે. પરમાત્મા વર્ધમાન મહાવીરનું દર્શન સ્યાદ્વાદમય-અનેકાંતવાદી અને લોકોત્તર હતું. તેથી એકાંતવાદને માનનારાઓ ભગવંત વર્ધમાનના ઉપદેશનું વાસ્તવિક તાત્વિકરૂપ સમજી ન શકે - ઝાલી ન શકે તે સંભવ છે. તેથી તેમના માટે દૃષ્ટિથી અથાત્ દર્શનથી ભગવંત પરોક્ષ બને. એ વાતને આશ્રીને અહીં “પરોક્ષાય કુતીર્થિનામ” કહ્યું. આ રીતે – (૧) કર્મ સામે ઝઝૂમતા, (૨) કર્મોને જીતી લઈને મોક્ષ મેળવનાર, (૩) મિથ્યાત્વીઓને “દર્શનથી દૂર એવા શ્રી વર્ધમાન સ્વામીને પહેલી ગાથામાં નમસ્કાર કર્યો હવે બીજી ગાથમાં સામાન્ય જિન આશ્રિત સ્તુતિ છે– • ચેષાં વિવાવિરા - ખીલેલા કમળોની શ્રેણિ વડે જે તીર્થકરોની. ૦ અહીં વિવ એટલે ખીલેલા અને પ્રવિંદ્ર એટલે કમળ. તેની રવિ એટલે શ્રેણી, હાર, પંક્તિ, યેષાં એટલે જેઓની. • ચોથઃ કમ મનાવલિં વઘત્યા - પ્રશસ્ત કે પવિત્ર ચરણરૂપ કમળની

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305