Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 304
________________ નમોસ્તુ સૂત્ર-સૂત્રનોંધ ૩૦૩ બીજી સ્તુતિમાં અર્થાન્તરગર્ભિત ઉન્મેલા છે અને ત્રીજી સ્તુતિમ ઉપમાલંકાર છે. - સૂત્ર-નોંધ :– આ સ્તોત્ર સંસ્કૃત ભાષામાં રચાયેલ છે. – આ સ્તોત્ર આવશ્યક સૂત્ર આદિ કોઈ આગમમાં જોવા મળતું નથી પરંતુ પણ પ્રબોધટીકાકર્તાના જણાવ્યા મુજબ (૧) તિલકાચાર્ય રચિત સામાચારીમાં આ સ્તોત્ર જોવા મળે છે. (૨) ધર્મસંગ્રહમાં પણ આ સ્તોત્ર વિવેચનસહિત મળે છે. વળી શ્રી હેમચંદ્રાચાર્યજી રચિત એવા “છંદોનુશાસન'માં પહેલા સંજ્ઞા અધ્યાયમાં પંદરમાં સૂત્રની સ્વોપજ્ઞ વૃત્તિમાં પાદાંત યતિના ઉદાહરણરૂપે “નમોડસ્તુ. વર્ધમાનાય' એ પહેલી સ્તુતિ અપાયેલી છે. એ રીતે પ્રથમ સ્તુતિની વિશેષ પ્રાચીનતા જોઈ શકાય છે. મુનિ દીપરત્નસાગર દ્વારા કરાયેલ પ્રતિક્રમણ સૂત્ર - “વિવેચન''નો ભાગ-૩ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 302 303 304 305