Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 303
________________ ૩૦૨ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ છે. તેને બદલે તેઓ “સંસારદાવાનલ' સ્તુતિ બોલે છે. (૨) પાક્ષિક, ચાતુર્માસિક, સંવત્સરિક એ ત્રણ પ્રતિક્રમણમાં વ્યવહાર એવો છે કે, પહેલા વડીલ ગુરુદેવ આ આખું સ્તોત્ર બોલે પછી અન્ય સાધુ અને શ્રાવકો આ આખું સ્તોત્ર બોલે છે, જ્યારે રોજ દેવસિક પ્રતિક્રમણમાં વડીલ ગુરુદેવ આ સ્તોત્રની માત્ર પહેલી સ્તુતિ બોલે છે, પછી અન્ય સાધુ તથા શ્રાવકો આખું સ્તોત્ર બોલે છે. ધર્મસંગ્રહમાં એવું જણાવે છે કે, પર્વદિને તે દિવસનું બહુમાન જાળવવા વડીલો આ આખું સ્તોત્ર બોલે છે. ૦ સ્ત્રીઓ આ સૂત્ર કેમ ન બોલે ? આ વિષયમાં “ધર્મસંગ્રહ” ગ્રંથના ભાગ પહેલામાં બે અલગ અલગ મતો રજૂ કર્યા છે. (૧) બાળકો, સ્ત્રીઓ, મંદબુદ્ધિવાળા, જડબુદ્ધિવાળા અને ચારિત્રની ઇચ્છાવાળા મનુષ્યોના ઉપકારને માટે સર્વજ્ઞોએ સિદ્ધાંતને પ્રાકૃત ભાષામાં રચેલા છે. આ કથન દ્વારા સાધ્વીઓ અને ગૃહસ્થ સ્ત્રીઓનું સંસ્કૃતના વિષયમાં અનધિકારપણું જણાવેલું છે. તે કારણથી એવા પ્રકારે વ્યવહાર ચાલે છે કે, સ્ત્રીવર્ગ “નમોડસ્તુ વર્ધમાનાય” સ્તુતિ ન બોલે. પણ તેને સ્થાને “સંસાર દાવાનલ.” સ્તુતિ બોલે છે. (૨) કેટલાંક એવું મંતવ્ય પણ ધરાવે છે કે, “નમોડસ્તુ વર્ધમાનાય' વગેરે સ્તુતિઓ પૂર્વોમાંથી ઉદ્ધરેલા હોવાનો સંભવ છે. જો તે પૂર્વેની અન્તર્ગતુ હોય તો, સ્ત્રીઓને પૂર્વોના અધ્યયનનો અધિકાર ન હોવાથી તેઓ “નમોડસ્તુઓ પણ બોલી શકે નહીં. એ કારણથી પણ સંભવ છે કે સ્ત્રીઓને આ સ્તોત્ર બોલવા માટેનો નિષેધ કરાયેલો હોય. ૦ આ સૂત્રનો સામાન્ય સારાંશ : પહેલા અધિકૃત જિનની, પછી સામાન્ય જિનની અને ત્રીજી આગમની અથવા શ્રુતની સ્તુતિ કરવી એ ચૈત્યવંદન ભાષ્યાદિમાં રજૂ થયેલ પ્રાચીન બંધારણ છે. આ પ્રમાણે સૂત્ર-૨૦ “કલ્લાસકંદં” અને સૂત્ર-૨૧ “સંસારદાવાનલ'માં પણ આ બંધારણનો ઉલ્લેખ કર્યો જ છે. તે જ પ્રમાણે આ સ્તોત્રમાં પણ એ બંધારણ જોવા મળે છે. સ્તુતિ-૧માં સર્વ પ્રથમ વર્ધમાનસ્વામીની સ્તુતિ કરવામાં આવી છે. જેને અધિકૃત્ જિનની સ્તુતિ કહે છે. સ્તુતિ-૨માં ચોત્રીશ અતિશયથી યુક્ત એવા સર્વ જિનેશ્વરોની સ્તુતિ કરવામાં આવી છે. જેને સામાન્ય જિનોની સ્તુતિ કહે છે. સ્તુતિ-૩માં તીર્થંકર પરમાત્માની વાણીની સ્તુતિ કરવા દ્વારા શ્રુતજ્ઞાનનો અનુગ્રહ ઇચ્છવામાં આવેલ છે. ૦ આ સ્તોત્રની ત્રણે સ્તુતિમાં છંદની દૃષ્ટિએ તો વૈવિધ્ય છે જ, તદુપરાંત બીજુ એક કાવ્યાત્મક વૈશિષ્ફય એ છે કે, પહેલી સ્તુતિમાં સુંદર અનુપ્રાસ છે.

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305