Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 297
________________ ૨૯૬ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ ચેષાં - જેઓના વિકચ - ખીલેલા અરવિંદ - કમળોની રાજ્યા - શ્રેણી વડે જ્યાયઃ ઉત્તમ, પ્રશંસનીય ક્રમ - ચરણરૂપ કમલાવલિ - કમળની શ્રેણીને દધત્યા - ધારણ કરીને સૌઃ - સરજાની સાથે ઇતિ - એ પ્રકારે સંગત - સમાગમ થવો તે પ્રશસ્ય - વખાણવા યોગ્ય કથિત - કહેલું છે સન્તુ - થાઓ શિવાય - મોક્ષને માટે તે જિનેન્દ્રા: તે જિનેન્દ્રો કષાયતાપ - કષાયરૂપી તાપથી અર્દિત - પીડાયેલા એવા જન્તુ - પ્રાણીઓને નિવૃતિ - શાંતિને કરોતિ - કરે છે યો - જે જૈન - જિનેશ્વરોના મુખ - મુખરૂપ અંબુદ – મેઘમાંથી ઉદ્દગતઃ નીકળેલો સ: - તે શુક્રમાસ - જેઠ માસમાં ઉદ્દભવ - ઉત્પન્ન થયેલા વૃષ્ટિ - વરસાદના સત્રિભો - સરખો, જેવો દધાતુ - ધારણ કરો તુષ્ટિ - સંતોષને મયિ - માર પર વિસ્તરો - વિસ્તાર, સમૂહ ગિરામ્ - વાણીનો | વિવેચન : આ સૂત્રને “વર્ધમાન સ્તુતિ" કહે છે, કેમકે આ સ્તુતિમાં વર્ધમાનસ્વામી અર્થાત્ ચરમતીર્થંકર પરમાત્માશ્રી મહાવીરની સ્તુતિ છે. મોટાભાગના સૂત્રોની માફક આ સૂત્ર પણ તેના આદ્ય પદોથી ઓળખાતું હોવાથી તે “નમોડસ્તુ વર્ધમાનાય" નામથી પણ આ સૂત્ર ઓળખાય છે. તેમાં પ્રથમ સ્તુતિ અધિકૃત જિનવર્ધમાન જિનની છે, બીજી સ્તુતિ-સામાન્ય જિનોની અપેક્ષાએ છે અને ત્રીજી સ્તુતિ શ્રુતજ્ઞાન આધારિત છે. અલબત આ સમગ્ર સ્તુતિ “વર્ધમાન સ્તુતિ''રૂપે ઓળખાય છે. તેનું શબ્દશઃ વિવેચન આ પ્રમાણે છે • નમોડા વર્ધમાનાય - વર્ધમાન સ્વામીને નમસ્કાર થાઓ. છેલ્લા તીર્થકર ભગવંત મહાવીરને નમસ્કાર હો. - નમોડસ્તુ-નમ:સ્તુ - તેનું પ્રાકૃત રૂપાંતર “નમોહ્યુ થાય છે. તેથી આ પદની વ્યાખ્યા માટે સૂત્ર-૧૩ “નમુત્થણ” જોવું. - પણ આ નમસ્કાર કોને કર્યો ? ૦ વર્ધમાનાય - વર્ધમાન સ્વામીને આ ભરતક્ષેત્રની ચાલ ચોવીસીના અંતિમ તીર્થંકર ભગવંત મહાવીરને - તેમનું જન્મદત્ત નામ વર્ધમાન' છે. ૦ “વર્ધમાન' શબ્દનું પ્રાકૃત રૂપાંતર વૈદ્ધમાણ થાય છે, તેથી આ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૨૦ “કલાસકંદ'માં જોવી. સૂત્ર-૨૧ “સંસારદાવા'માં તેમના ‘વીર’

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305