Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 295
________________ પ્રતિક્રમણસૂત્ર વિવેચન- ૩ ત્રણ ગાથામાં ક્ષમાપનાનો ભાવ રજૂ કરતું આ સૂત્ર પદ્યમય અને નાહીં છંદમાં રચાયેલું છે. આ સૂત્રનો મુખ્યત્વે ઉપયોગ પ્રતિક્રમણની ક્રિયામાં થાય છે. પ્રત્યેક પ્રતિક્રમણમાં ‘‘અમ્મુદ્ઘિઓ'' પાઠથી ખામણા કર્યા પછી બે વખત વાંદણા લઈને અવગ્રહની બહાર નીકળ્યા પછી બે હાથની મસ્તકે અંજલિ કરવાપૂર્વક આ સૂત્ર બોલાય છે. ૨૯૪ — તે સિવાય અંતિમ આરાધના અવસરે ‘‘જીવ-ખામણા’' કરતી વખતે પણ આ સૂત્ર અત્યંત ઉપયોગી છે. ૦ સૂત્ર માહાત્મ્ય :- પ્રતિક્રમણનો વ્યાપક અર્થ છે મિથ્યાત્વથી પાછા ફરીને સમ્યક્ત્વમાં સ્થિર થવું, અવિરતિથી ખસીને વિરતિમાં રહેવું, પ્રમાદથી મુક્ત થઈને સંયમમાં ઉદ્યત્ થવું, કર્મબંધના કારણરૂપ કષાયભાવોનો ત્યાગ કરી, કષાયરહિતતા માટે પુરુષાર્થ કરવો - ઇત્યાદિ. અહીં કષાયની ઉપશાંતિ એ મહત્ત્વનું ઘટક છે. વીતરાગતા પ્રાપ્તિ માટે પણ કષાયોનો નિગ્રહ અને ક્ષય જરૂરી છે. ક્રોધ આદિ ચાર કષાયોની ઉપશાંતિ ક્ષમા આદિ ચાર ગુણોથી થાય છે. તેથી ક્ષમા માંગવી અને આપવી એ પણ એક નિતાંત આવશ્યક ભાવક્રિયા છે. આ સૂત્રમાં આચાર્યથી આરંભીને સર્વ જીવો સાથે ક્ષમાપના કરવામાં આવી છે. આ ક્ષમાભાવથી જીવ ક્રોધરહિત થઈ પરંપરાએ સરળ, નમ્ર અને સંતોષી બને છે. = સૂત્ર-નોંધ : આ સૂત્રની ભાષા આર્ષ પ્રાકૃત છે. આવો જ સૂત્રપાઠ - આવશ્યકસૂત્ર હારિભદ્રીય વૃત્તિમાં નોંધાયેલ છે, પહેલી બે ગાથાની નોંધ આવશ્યકચૂર્ણિમાં પણ જોવા મળે છે. સંસ્તારક પયત્રાની ગાથા ૧૦૪ થી ૧૦૬ પણ આ જ પાઠ દર્શાવે છે. અર્થાત્ આગમમાં આ સૂત્રપાઠ ઉપલબ્ધ છે. આ સૂત્રનું ઉચ્ચારણ લયબદ્ધપણે કરવું. -X——X—

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305