________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
સમ્યક્ પ્રકારે આ પ્રમાણે ગાથાના પૂર્વાર્ધમાં આટલી વાત
“એ રીતે મેં સમ્યક્ પ્રકારે (પાપની કે સ્ખલનાની) આલોચના, નિંદા, ગોં અને જુગુપ્સા કરી છે. તેમ કરીને...
• तिविहेण पडिक्कं तो
૨૬૬
સ્ખલનાઓને ધિક્કારીને.
० सम्म
દર્શાવી કે—
-
-
મન, વચન, કાયા વડે પ્રતિક્રમતો અર્થાત્
પ્રતિક્રમણ કરતાં.
૭ યંમિ નિને ઘડવ્વીસું - ચોવીશે જિનેશ્વરોને હું વંદના કરું છું ગાથાના ઉત્તરાર્ધના આ બધાં પદો પૂર્વે ગાથા-૪૩માં આવી ગયા છે. તેથી તેની વ્યાખ્યા-વિવેચન ગાથા-૪૩માં જોવા.
૦ ગાથા રહસ્ય :- પૂર્વે જણાવ્યું તેમ આ ગાથામાં પ્રતિક્રમણ સૂત્રનો ઉપસંહાર કર્યો છે, તથા અંતિમ મંગલ દ્વારા વિષયની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. તેમાં જણાવ્યું કે, આ રીતે મેં અતિચારોની સમ્યક્ પ્રકારે આલોચના કરી છે, નિંદા કરી છે, ગર્હા કરી છે અને જુગુપ્સા પણ કરી છે. તો પણ હું ફરીવાર હું મન, વચન, કાયાથી પ્રતિક્રમણ કરું છું. એટલે કે પરસ્થાનમાં ગયેલ મારા આત્માને સ્વસ્થાનમાં હું સ્થાપન કરું છું. આ પ્રમાણે કરતો એવો હું ચોવીસે જિનને અર્થાત્ ઉપલક્ષણથી સર્વે જિનને વંદના કરું છું.
– વિશેષ કથન :
-
સૂત્રથી પચાશ ગાથાઓનું અતિ વિસ્તૃત વિવેચન કર્યા પછી તે ગાથા સંબંધે તો કંઈ કથન કરવાનું છે નહીં, પણ તેના સંદર્ભમાં જે કોઈ વિશિષ્ટ વાત નોંધપાત્ર હોય, તેને અહીં વિશેષ-કથનરૂપે રજૂ કરવામાં આવે છે—
૦ આ સૂત્રનું નામકરણ :
પ્રતિક્રમણ છ આવશ્યકમય કહ્યું છે. જેમાં સામાયિકથી લઈને પચ્ચક્ખાણ સુધીના છ આવશ્યકો આવે છે. આ છ આવશ્યકમાંના ચોથા આવશ્યકનું નામ “પ્રતિક્રમણ'' આવશ્યક છે. પ્રતિક્રમણ આવશ્યકમાં પ્રાણ રૂપ એવું આ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર છે, જેને “વંદિત્તુસૂત્ર' પણ કહે છે. કેમકે તેનો આરંભ “વંદિત્તુ' શબ્દથી થાય છે. તેમાં શ્રાવકોના વ્રતોના અતિચારની શુદ્ધિ કરાતી હોવાથી અથવા તે-તે સ્ખલનાની નિંદા, ગર્હા આદિ કરી ફરી તેમ ન કરવાના
ભાવથી પાછું ફરવાનું હોવાથી ‘શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર'' કહેવાય છે. આ સિવાય આ સૂત્રને વિવિધ વૃત્તિકારો આદિ શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર, ગૃહિપ્રતિક્રમણ સૂત્ર, સમણોવાસપ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ નામે પણ ઓળખાવે છે. તેમજ આ સૂત્ર (પ્રતિક્રમણ) આવશ્યકના પર્યાયરૂપે પણ પ્રયોજાય છે.
૦ સૂત્રની મહત્તા કે આવશ્યકતા :
તીર્થંકર પદની પ્રાપ્તિ માટે “સવિજીવ કરું શાસનરસી''ની ભાવનાની સાથે બીજું મહત્ત્વનું પરિબળ છે.' અરિહંત વત્સલતા'' આદિ વીશ સ્થાનકોમાંથી