________________
વંદિત્ત-સૂત્ર-વિશેષ કથન
૨૭૩
૦ વંદિત્ત સૂત્રની પ્રાચીનતા દર્શક પુરાવાઓ –
– આ સૂત્ર આવશ્યક આદિ આગમોમાં જોવા મળતું ન હોવાથી તે શા માટે બોલવું? તે પ્રાચીન છે કે કેમ ? એવા પ્રશ્નો ઉઠે છે.
– આ સૂત્ર શ્રુતસ્થવિર ભગવંતની રચના છે.તેના પર વિક્રમ સંવત૧૧૮૩માં વિજયસિંહસૂરિ રચિત ચૂર્ણિ જોવા મળે છે. તેના ઉપર વિક્રમ સંવત૯૫૬માં યક્ષદેવશિષ્ય શ્રી પાર્શનિ રચિત ટીકા જોવા મળે છે. તદુપરાંત સંવત૧૨૨૨માં ચાંદ્રકુલના શીલભદ્રસૂરિના શિષ્ય ધનેશ્વરના શિષ્ય શ્રી ચંદ્રસૂરિ રચિત વૃત્તિ, સંવત-૧૨૯૬માં ચક્રેશ્વર સૂરિના શિષ્ય તિલકાચાર્યરચિત લઘુવૃત્તિ, સંવત૧૩૦૦માં દેવેન્દ્રસૂરિ રચિત વૃંદારવૃત્તિ, સંવત-૧૪૯૬માં શ્રી મુનિસુંદરસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિજી રચિત અર્થદીપિકા વૃત્તિ, ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિના શિષ્ય શ્રી તરુણપ્રભ સૂરિએ સંવત-૧૪૧૧માં રચેલ વિવરણ તથા સંવત૧૫૨૫માં ઉપાધ્યાય મેરુ સુંદર રચિત બાલાવબોધ ઇત્યાદિ અનેક “વ્યાખ્યાગ્રંથો” પ્રાપ્ત થાય છે. સંવત-૧૭૩૧માં માનવિજયજી ઉપાધ્યાય રચિત “ધર્મસંગ્રહ'માં પણ આ સૂત્ર-અર્થ સહિત આપવામાં આવેલ છે.
- સૂત્ર-નોંધ :
– આધાર સ્થાન :- આવશ્યક સૂત્ર આદિ કોઈ આગમમાં આ સૂત્રનું સ્પષ્ટ આધારસ્થાન મળતું નથી. પણ આવશ્યક સૂત્રનાં છઠા અધ્યયનમાં શ્રાવકધર્મને લગતાં આલાપકોને આધારે સ્થવિર ભગવંતે આ સૂત્રની રચના કરી હોવાનું અનુમાન થઈ શકે છે. જો કે આ સૂત્રની ગાથા-૪૮મી આવશ્યક નિર્યુક્તિ-૧૨૮૧મી ગાથારૂપે છે અને આવશ્યક સૂત્રના ચોથા પ્રતિક્રમણ અધ્યયનમાં “શ્રમણ સૂત્ર"ની અંતિમ ગાથા (સૂત્ર રૂપે) જે ગાથા જોવા મળે છે, તે જ ગાથા વંદિત્ત સૂત્રની ૪૯ અને ૫૦મી ગાથા રૂપે ઉદ્ભત થયેલી છે.
- ભાષા :- આ સૂત્રની ભાષા આર્ષપ્રાકૃત છે. આખું સૂત્ર "પદ્યમય” રચનારૂપે છે. જે “ગાહા” નામક છંદમાં છે.
– ઉચ્ચાર :- આ સૂત્ર લાંબુ છે, તેની ૫૦ ગાથા છે. તેથી ઉતાવળથી બોલતા ઉચ્ચાર દોષો ન થાય તે જોવું, જોડાક્ષર, અનુસ્વાર આદિ માટે પણ ચોક્કસાઈ રાખવી જરૂરી છે.
––
–
––