Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 291
________________ ૨૯૦ પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩ કઠોર શબ્દો કહીને પણ તેમને સદાચારમાં પ્રવર્તાવવા. આ રીતે આચાર્ય સારણા, વારણા, ચોયણા, પડિચોયણા કરતા હોય તે પ્રસંગે આચાર્યએ કહેલી કોઈ વાત સંભવ છે કે પોતાને ન રુચિ હોય, તો તેમના પ્રત્યે મનના ભાવો કલુષિત થયા હોય, કંઈ કષાયભાવોનો ઉદય થયો હોય તેથી ક્ષમા યાચના પ્રસંગે સૌ પ્રથમ તેમને યાદ કરીને ખમાવાયા છે. (૨) ઉપાધ્યાય પરત્વે કરેલા કષાયની ક્ષમાયાચના - જે આચાર્યની નિશ્રામાં સાધુઓ રહેતા હોય, તે સાધુઓને શ્રતનું અધ્યયન કરાવવાનું કાર્ય તે આચાર્યના આજ્ઞાવર્તી ઉપાધ્યાયનું છે. સાધુઓને આ રીતે અધ્યયન-અધ્યાપન કરાવતી વખતે કોઈ વખત ભણવા બાબતે તેમને ઠપકો આપ્યો હોય, કંઈ આકરા વેણો કહ્યા હોય એવું બનવા સંભવ છે. આ વાત સાધુના હિતની હોવા છતાં સંભવ છે કે સાધુને પોતાને ગમી ન હોય. તે કારણે તેને કોઈ પ્રકારે કષાયનો ઉદય થયો હોય. તેથી બીજી ક્ષમાપના ઉપાધ્યાયની કરવામાં આવી છે. (૩) શિષ્ય પરત્વે કરેલા કષાયની ક્ષમાયાચના - શિષ્ય વિનયી અને નમ્ર રહેવાનું છે, બે હાથ જોડી અંજલિ કરીને પ્રશ્નોત્તર, આજ્ઞા, યાચના કે ગ્રહણ આદિ કરવાના છે, ગુરુના અભિપ્રાય મુજબ વર્તવાનું છે. કંઈપણ ગ્રહણ-આસેવના શિક્ષા અથવા શ્રુતનું ગ્રહણ ગુરુને વંદન કરવાપૂર્વક, વિનય જાળવીને કરવાનું છે, તેઓ કંઈ કહે ત્યારે પણ બે હાથ જોડીને, નમ્રતાપૂર્વક તેમને સાંભળવાના છે. ગુરુની અનુમતિ વિના કોઈ કાર્ય કરવાનું નથી. હવે શિષ્ય વિનયરહિત, અભિમાનયુક્ત, મનસ્વી, માયાપૂર્વક આદિ કોઈ વર્તન-વ્યવહાર કરતા હોય તે જોઈને કષાયોનો ઉદ્દભવ થવા સંભવ છે. તેથી ત્રીજી ક્ષમાપના તેની કરી. (૪) સાધર્મિક પરત્વે કરેલા કષાયની ક્ષમાયાચના-જ્ઞાન આદિ ગુણોની સમાનતા વર્તતી હોવાના કારણે જે સાધુ સાધર્મિક છે, તેવા સાધર્મિકોની વૈયાવચ્ચ શારીરિક-વિશ્રામણા વડે, હાર્દિક પ્રેમ વડે, ગુણની પ્રશંસા અને અવગુણ ઢાંકવા વડે તથા આશાતનાના ત્યાગ વડે કરવાની હોય છે. આવા પ્રસંગોમાં કોઈ વખતે-કોઈ કારણે તેમના પ્રત્યે કષાય થયો હોય તેમ સંભવિત છે. તેથી ચોથી ક્ષમાપના સહવર્તી-સાધર્મિક સાથે કરવાની છે. (૫) કુલ અને ગણ પરત્વે થયેલા કસાયની ક્ષમાયાચના - પોતે ચાંદ્ર આદિ જે કુળનો અને કોટિ આદિ જે કંઈ ગણના સાધુ છે. તે કુલ અને તે ગણ વિવિધ ફરજો અદા કરતા અથવા તે કુલ અને ગણમાં નિવાસ કરતા અનેક પ્રસંગો કે નિમિત્તો મળે છે કે જે પ્રસંગે અને નિમિત્તે કોઈ વખત કષાય ઉત્પન્ન થઈ પણ જવા પામે. તો તેમની પણ ક્ષમાયાચના કરવી જોઈએ. તેવા હેતુથી પાંચમાં ક્રમે કુળની અને છટ્ઠા ક્રમે ગણની ક્ષમાયાચના કરવામાં આવી છે. જેમની સાથે વધારે નિકટ રહેવાનો કે વધારે સહવાસ પરીચયનો પ્રસંગ આવે તેમના પ્રત્યે રાગ કે દ્વેષની પરિણતી પણ થવી સંભવ છે અને આ રાગ-દ્વેષ જન્ય ક્રોધ, માન, માયા-લોભરૂ૫ કષાયોની ઉત્પત્તિ કે સ્થિતિ પણ સંભવે છે. તેવા

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305