Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 269
________________ ૨૬૮ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ છે. જેમાં છઠી ગાથામાં બાર વ્રતના ત્રણ મુખ્ય વિભાગોના નામ રજૂ કર્યા છે. તથા તેનું સામાન્યથી પ્રતિક્રમણ કર્યું છે. ગાથા-૭માં સામાન્યથી સમારંભ-હિંસાની નિંદા કરી છે. ત્યારપછી ગાથા-૮થી વ્રત સ્વરૂપ અને અતિચારોનું વર્ણન છે. ૦ ગાથા - ૯, ૧૧, ૧૩, ૧૫, ૧૭માં પાંચ અણુવ્રતોનું સ્વરૂપ અનુક્રમે રજૂ કરવામં આવેલ છે. ૦ ગાથા - ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮માં પાંચે અણુવ્રતોના પાંચ-પાંચ અતિચારોને જણાવી તેનું પ્રતિક્રમણ કરાયેલ છે. ૦ ગાથા-૧૯નું પહેલું ચરણ, ગાથા-૨૦ અને ગાથા-૨૪, ૨૫માં ત્રણ ગુણવ્રતોનું સ્વરૂપ જણાવેલ છે અને ગાથા-૧૯ના પહેલા સિવાયના ત્રણ ચરણમાં તથા ગાથા-૨૧ થી ૨૩ અને ૨૬માં આ ત્રણ ગુણવ્રતોના અતિચારો રજૂ થયા છે. ૦ ગાથા-૨૭ થી ૩૦માં ચાર શિક્ષાવ્રતના પાંચ-પાંચ અતિચારોનું કથન અનુક્રમે કરાયેલ છે. ગાથા-૩૧, ૩૨માં ચોથા અતિથિસંવિભાગ દ્રત સંબંધી વિશેષ દોષોનું કથન કરાયેલ છે. ૦ ગાથા-૩૩ માં સંલેખના સંબંધી પાંચ અતિચારોનું કથન છે. ૦ ગાથા-૩૪, ૩૫ માં અતિચારના કારણોનું કથન થયેલ છે. ૦ ગાથા-૩૬ થી ૪૧ માં પ્રતિક્રમણની તાત્વિક ભૂમિકા રજૂ થઈ છે. જેમાં સમ્યગુદૃષ્ટિને થતો અલ્પ કર્મબંધ, તે પણ જલદીથી કઈ રીતે તુટે ?, મનુષ્ય હળવો કઈ રીતે બને ? ઇત્યાદિ કથન છે. ૦ ગાથા-૪૨ માં “ને સ્મરણમાં આવેલા અતિચારોનું પ્રતિક્રમણ અને ૪૩ માં વિરાધનાથી વિરમી આરાધનામાં ઉદ્યત્ થવાના સંકલ્પપૂર્વક સર્વે જિનને વંદના કરી. ૦ ગાથા-૪૪, ૪૫ માં સર્વે જિનપ્રતિમા અને સાધુને વંદના કરી. ૦ ગાથા-૪૬ માં શુભ ભાવના કરીને, ગાથા-૪૭માં અરિહંતાદિને મંગલરૂપ માની, સમાધિ-બોધિની માંગણી કરી. ૦ ગાથા-૪૮ માં પ્રતિક્રમણ કરવાના કારણોનું કથન કર્યું ૦ ગાથા-૪૯ માં સર્વે જીવો સાથે ક્ષમાપના કરીને, ગાથા-૫૦માં પ્રતિક્રમણના ઉપસંહારપૂર્વક સર્વે જિનેશ્વરને વંદના કરી. આ પ્રમાણે વંદિત્તસૂત્રના વિષયોની સંક્ષિપ્ત સૂચિ છે. ૦ વંદિત્ત સૂત્રનો વ્યવહારુ નિષ્કર્ષ : આ સૂત્રના વિશેષ કથનરૂપે સૂત્રનું સ્વરૂપ અને તેની સંક્ષિપ્ત વિષય સૂચિ થઈ, પણ વ્યવહારુ કે સામાન્ય ભાષામાં આ સૂત્રના તારણો રજૂ કરીએ તો વિવિધ નિયમો ગ્રહણ કરવાની સરળતા રહે તથા શ્રાવકજીવનની ભૂમિકાનું એક દશ્ય રજૂ કરી શકાય તેવા હેતુથી અહીં સૂત્રોક્ત વિષયોની વ્યવહારુ યાદી રજૂ કરેલ છે

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305