________________
૨૬૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
છે. જેમાં છઠી ગાથામાં બાર વ્રતના ત્રણ મુખ્ય વિભાગોના નામ રજૂ કર્યા છે. તથા તેનું સામાન્યથી પ્રતિક્રમણ કર્યું છે. ગાથા-૭માં સામાન્યથી સમારંભ-હિંસાની નિંદા કરી છે. ત્યારપછી ગાથા-૮થી વ્રત સ્વરૂપ અને અતિચારોનું વર્ણન છે.
૦ ગાથા - ૯, ૧૧, ૧૩, ૧૫, ૧૭માં પાંચ અણુવ્રતોનું સ્વરૂપ અનુક્રમે રજૂ કરવામં આવેલ છે.
૦ ગાથા - ૧૦, ૧૨, ૧૪, ૧૬, ૧૮માં પાંચે અણુવ્રતોના પાંચ-પાંચ અતિચારોને જણાવી તેનું પ્રતિક્રમણ કરાયેલ છે.
૦ ગાથા-૧૯નું પહેલું ચરણ, ગાથા-૨૦ અને ગાથા-૨૪, ૨૫માં ત્રણ ગુણવ્રતોનું સ્વરૂપ જણાવેલ છે અને ગાથા-૧૯ના પહેલા સિવાયના ત્રણ ચરણમાં તથા ગાથા-૨૧ થી ૨૩ અને ૨૬માં આ ત્રણ ગુણવ્રતોના અતિચારો રજૂ થયા છે.
૦ ગાથા-૨૭ થી ૩૦માં ચાર શિક્ષાવ્રતના પાંચ-પાંચ અતિચારોનું કથન અનુક્રમે કરાયેલ છે. ગાથા-૩૧, ૩૨માં ચોથા અતિથિસંવિભાગ દ્રત સંબંધી વિશેષ દોષોનું કથન કરાયેલ છે.
૦ ગાથા-૩૩ માં સંલેખના સંબંધી પાંચ અતિચારોનું કથન છે. ૦ ગાથા-૩૪, ૩૫ માં અતિચારના કારણોનું કથન થયેલ છે.
૦ ગાથા-૩૬ થી ૪૧ માં પ્રતિક્રમણની તાત્વિક ભૂમિકા રજૂ થઈ છે. જેમાં સમ્યગુદૃષ્ટિને થતો અલ્પ કર્મબંધ, તે પણ જલદીથી કઈ રીતે તુટે ?, મનુષ્ય હળવો કઈ રીતે બને ? ઇત્યાદિ કથન છે.
૦ ગાથા-૪૨ માં “ને સ્મરણમાં આવેલા અતિચારોનું પ્રતિક્રમણ અને ૪૩ માં વિરાધનાથી વિરમી આરાધનામાં ઉદ્યત્ થવાના સંકલ્પપૂર્વક સર્વે જિનને વંદના કરી.
૦ ગાથા-૪૪, ૪૫ માં સર્વે જિનપ્રતિમા અને સાધુને વંદના કરી.
૦ ગાથા-૪૬ માં શુભ ભાવના કરીને, ગાથા-૪૭માં અરિહંતાદિને મંગલરૂપ માની, સમાધિ-બોધિની માંગણી કરી.
૦ ગાથા-૪૮ માં પ્રતિક્રમણ કરવાના કારણોનું કથન કર્યું
૦ ગાથા-૪૯ માં સર્વે જીવો સાથે ક્ષમાપના કરીને, ગાથા-૫૦માં પ્રતિક્રમણના ઉપસંહારપૂર્વક સર્વે જિનેશ્વરને વંદના કરી.
આ પ્રમાણે વંદિત્તસૂત્રના વિષયોની સંક્ષિપ્ત સૂચિ છે. ૦ વંદિત્ત સૂત્રનો વ્યવહારુ નિષ્કર્ષ :
આ સૂત્રના વિશેષ કથનરૂપે સૂત્રનું સ્વરૂપ અને તેની સંક્ષિપ્ત વિષય સૂચિ થઈ, પણ વ્યવહારુ કે સામાન્ય ભાષામાં આ સૂત્રના તારણો રજૂ કરીએ તો વિવિધ નિયમો ગ્રહણ કરવાની સરળતા રહે તથા શ્રાવકજીવનની ભૂમિકાનું એક દશ્ય રજૂ કરી શકાય તેવા હેતુથી અહીં સૂત્રોક્ત વિષયોની વ્યવહારુ યાદી રજૂ કરેલ છે