________________
વંદિત્ત-સૂત્ર-વિશેષ કથન
૨૬૭
કોઈપણ એક કે વધુ સ્થાનકની કરાયેલ ભાવ આરાધના. આ વીશ સ્થાનકોમાં એક સ્થાનક “આવશ્યક ક્રિયા" છે. લોકપ્રકાશ સર્ગ-૩૦ના શ્લોક નવમાં-૧૧મું સ્થાનક આવશ્યક' બતાવેલ છે. તેમાં “છ આવશ્યકમાં અતિચારનું વર્જન” એવો અર્થ જણાવ્યો છે આવશ્યક સૂત્ર-નિર્યુક્તિ તથા પ્રવચન સારોદ્ધારમાં પણ “આવશ્યક"નો ક્રમ ૧૧ મો જ છે. ત્યાં આવશ્યક એટલે “અવશ્ય કરવા યોગ્ય પ્રતિક્રમણાદિ" અર્થ કર્યો છે.
અનુયોગદ્વાર સૂત્રમાં આવશ્યકની વ્યાખ્યા કરતા કહ્યું છે કે
“જે કારણથી શ્રમણો અને શ્રાવકોએ રોજ દિવસ અને રાત્રિને અંતે અવશ્ય કરવા યોગ્ય છે, તેથી તેને “આવશ્યક' કહેવાય છે.”
આ કારણથી શ્રમણ અને શ્રાવક બંનેએ પ્રતિક્રમણ કરવું આવશ્યક છે. બંને માટે પ્રતિક્રમણ ઉપાદેય છે.
વંદિતુ સૂત્રમાં જણાવ્યા મુજબ શ્રાવકોએ ચાર કારણોથી પણ પ્રતિક્રમણ કરવું જરૂરી કહેવાયું છે - (૧) નિષિદ્ધ ક્રિયાઓનું આચરણ થવાથી, (૨) વિધેય ક્રિયાઓનું આચરણ ન થવાથી, (૩) સર્વજ્ઞ ભગવંતોનાં વચન પર અશ્રદ્ધા થવાથી તથા (૪) શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણા થવાથી.
પંચાચારની વિશુદ્ધિ માટે પણ પ્રતિક્રમણ જરૂરી છે.
સંક્ષેપમાં કહીએ તો કાદવ અને ધૂળથી ખરડાયેલાને જેટલી જરૂર ખાનની છે, તેનાથી પણ વધારે જરૂર પાપરૂપી પંકથી ખરડાયેલા આત્માને પ્રતિક્રમણ'ની છે.
૦ વંદિત્ત સૂત્રનું સ્વરૂપ અને તેમાં સમાવિષ્ટ બાબતો
સમ્યક્ત્વ પૂર્વક એક કે તેથી વધુ વ્રતોને જાણી, આદરી અને પાલન કરનારને શ્રાવક કહે છે - શ્રાવકના પ્રતિક્રમણ રૂપ આ સૂત્રમાં સમ્યક્ત્વ યુક્ત વ્રતોનું સ્વરૂપ અને પ્રમાદ કે અજ્ઞાનતાથી તેમાં થતી સ્કૂલનાઓના પ્રકારોનું વર્ણન કરાયેલ છે. એ રીતે આ સૂત્ર ઉચ્ચ જીવન જીવનાર શ્રાવકને ક્યા કયા અતિચાર લાગે છે તે યાદ દેવડાવનાર આ સૂત્ર છે.
આ સૂત્ર પચાસ પદ્મમય ગાથાઓનું બનેલું છે. આ આખું સૂત્ર “ગાહા” નામક છંદમાં રચાયેલું છે. થોડી સાવધાની અને ઉપયોગ રાખી સૂત્ર રચનાને સમજી લેવામાં આવે તો તેને સરળતાપૂર્વક કંઠસ્થ કરી શકાય તેવું છે. વળી શ્રાવકજીવનના - દેશવિરતિ ધર્મના વ્રત આદિનો ચિતાર રજૂ કરનારું સૂત્ર હોવાથી પુનઃ પુનઃ મનનીય છે. સંક્ષેપમાં આ સૂત્રના વિષયોનું પુનઃ સ્મરણ કરીએ તો - તેનો ભાવ કંઈક આ રીતે રજૂ કરી શકાય - તેની પ્રથમ ગાથામાં પંચ પરમેષ્ઠીના નમસ્કારપૂર્વક મંગલાચરણ કરાયું છે. બીજી ગાથામાં પંચાચાર સંબંધી અતિચારની નિંદા-ગ કરાઈ છે. ત્રીજી, ચોથી, પાંચમી ગાથામાં પાપ અને કર્મબંધના મૂળ સમાન પરિગ્રહ આદિનું પ્રતિક્રમણ કર્યું છે. છઠી ગાથામાં વ્રતોના મૂળ સમાન સમ્યક્ત્વના અતિચારો રજૂ કર્યા છે.
ગાથ-છઠીથી બાર વ્રતનું સ્વરૂપ અને તેના અતિચારોનું વર્ણન આરંભ પામે