________________
વંદિત્ત-સૂત્ર-વિશેષ કથન
૨૬૯
(૧) મંગલને માટે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવા. (૨) જીવનમાં થતી સ્કૂલના કે દોષોનું રોજ નિરીક્ષણ કરવું. (૩) જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના દોષ રહિતપણે કરવી.
(૪) પરિગ્રાડ અને આરંભ-સમારંભ એ સર્વ પાપનું મૂળ છે, તેથી આ બંને શક્ય તેટલા ઓછા થાય તે માટે જાગૃત રહેવું.
(૫) સ્પર્શ આદિ પાંચ ઇન્દ્રિયોને અપ્રશસ્ત ભાવે ન પ્રવર્તાવવી. (૬) ક્રોધ, માન, માયા, લોભને જીવનમાંથી દૂર રાખવા મહેનત કરવી | (૭) રાગ અને દ્વેષથી કર્મો બંધાય છે, તેથી અપ્રશસ્ત એવા રાગ અને દ્વેષને જીવનમાંથી દેશવટો આપવો.
(૮) આવવું, જવું, બેસવું, ઉઠવું આદિ સર્વે પ્રવૃત્તિઓમાં જયણા પાળવી એટલે કે જીવરક્ષા માટે સાવધાન રહેવું.
(૯) જિનવચન અને દેવ, ગુર, ધર્મમાં શંકા કરવી નહીં
(૧૦) સુદેવ, સુગુરુ, સુધર્મની પ્રાપ્તિ થયા પછી બીજા દેવ, ગુર, ધર્મની ઇચ્છા કરવી નહીં
(૧૧) સુદેવ, સગર, સુધર્મ વિષયમાં ખોટા તર્ક, વિતર્ક ન કરવા. (૧૨) મિથ્યાત્વીઓની પ્રશંસા ન કરવી. (૧૩) મિથ્યાત્વીઓનો પરિચય કે સહવાસ ન રાખવો. (૧૪) છ-કાય જીવની હિંસા ઓછામાં ઓછી થાય તેનો ખ્યાલ રાખવો.
(૧૫) પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત એ પ્રમાણે શ્રાવકના બાર વ્રતોનું રોજ સ્મરણ કરવું અને તેમાં જે કોઈ દોષ લાગ્યા હોય તેનાથી પાછા ફરવા જાગૃત રહેવું.
(૧૬) નિર્દોષ પ્રાણીને મારવું નહીં. (૧૭) કોઈ પ્રાણીને સખત બંધને બાંધવા નહીં. (૧૮) કોઈ પ્રાણીનાં અંગોપાંગ છેદવા નહીં
(૧૯) પ્રાણીઓ પાસે ગજા ઉપરાંત કામ ન લેવું. નોકર, ચાકર, સેવક, ગાય, ભેંસ, ઘોડા આદિ પશું વગેરે પાસેથી કામ લેતી વખતે તેમના પર પુરો દયા ભાવ રાખી, તેમની શક્તિ હોય તેટલું જ કામ લેવું.
(૨૦) કોઈને ભૂખ્યા-તરસ્યા રાખવા નહીં (૨૧) બોલતી વખતે વિચારીને કે શાંત ચિતે બોલવું. (૨૨) કોઈના પર આળ ચડાવવું નહીં.
. (૨૩) કોઈ છાની વાત કરતા હોય ત્યારે તેના પર દોષારોપણ કરવું નહીં કે, “તમે અમુક જ વાત કરતા હતા.”
(૨૪) સ્ત્રી કે મિત્રની ગુપ્ત વાત ઉઘાડી ન પાડવી. | (૨૫) ખોટી સલાહ આપવી નહીં કે લોકોને ખોટા રસ્તે દોરી જાય તેવા જૂઠાં ભાષણો કરવાં નહીં