________________
૨૭૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩ (૨૬) ખોટું નામું ન લખવું, ખોટી રસીદ ન બનાવવી, ખોટા દસ્તાવેજ ન કરવા, માલની ખોટી જાહેરાતો ન આપવી.
(૨૭) કોઈ પણ પ્રકારે ચોરી કરવી નહીં કે કોઈએ ન આપેલી વસ્તુ આપમેળે લેવી નહીં
(૨૮) ચોરીનો માલ ખરીદવો નહીં. (૨૯) ચોરીનો માલ ખરીદવા કોઈને પ્રેરણા ન આપવી. (૩૦) વેચવા માટેના માલમાં કોઈ પ્રકારની ભેળસેળ ન કરવી.
(૩૧) રાજ્યના નિયત કરેલા કાયદાનું ઉલ્લંઘન ન કરવું, દાણચોરી ન કરવી, કરચોરી ન કરવી.
(૩૨) ખોટાં તોલ-માપ રાખવા નહીં. (૩૩) પરસ્ત્રીગમન કરવું નહીં. (૩૪) વૈશ્યાગમન કરવું નહીં (૩૫) પોતાની સ્ત્રીમાં કે સ્ત્રીથી સંતોષ રાખવો. (૩૬) કામભોગના ઉત્તેજન માટે અનંગક્રીડા ન કરવી. (૩૭) વિવાહ કાર્યોમાં રસ લેવો નહીં. (૩૮) કામભોગ સંબંધી તીવ્ર અભિલાષા ન રાખવી.
(૩૯) ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપું, સુવર્ણ, કુષ્ઠ, દ્વિપદ અને ચતુષ્પદ એવા વિવિધ પરીગ્રહની મર્યાદા રાખવી. અમર્યાદ-પરગ્રહની લાલસા ન કરવી
(૪૦) વ્યવસાય અને પ્રવૃત્તિઓનું ક્ષેત્ર મર્યાદિત રાખવું. જેથી બિનજરૂરી આવાગમનને નિવારી શકાય
(૪૧) ઉપભોગ-પરિભોગના સાધનોની મર્યાદા રાખવી. અત્યંત આવશ્યક હોય તે સિવાયના સાધનોનો સંગ્રહ ન કરવો.
(૪૨) માંસ-મદિરાનો સર્વથા ત્યાગ કરવો. (૪૩) પુષ્પ, ગંધ, માળા વગેરેનો ઉપયોગ ઘટાડવો. (૪૪) બાવીશ અભક્ષ્ય-બત્રીશ અનંતકાય સહિત ત્યાગ કરવો.
(૪૫) અંગાર કર્મ, વનકર્મ આદિ જે પંદર કર્માદાનો કહ્યા છે, તેનો સર્વથા ત્યાગ કરવો, ન જ થઈ શકે તો પણ તેમાંના વધુમાં વધુ વ્યવસાયોને છોડી દેવા, તેના શેરમાં નાણા પણ ન રોકવા.
(૪૬) નિરર્થક પ્રવૃત્તિ (અનર્થદંડ લાગે તેવી) પ્રવૃત્તિ ન કરવી. (૪૭) દુર્ગાન - આર્ત અને રોદ્રધ્યાન ન થાય તે માટે જાગૃત રહેવું. (૪૮) શસ્ત્ર, અગ્નિ આદિ પાપસાધનો કોઈને આપવા નહીં. (૪૯) કામોત્પાદક ચેનચાળા કરવા નહીં. (૫૦) અતિ વાચાળપણું રાખવું નહીં. (૫૧) બીજાને હસાવવાની કે ભાંડ-ભવાયા જેવી ચેષ્ટા ન કરવી. (પર) શસ્ત્રો સજાવીને તૈયાર ન રાખવા.