________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩૬
૨ ૩૧
– કેમકે મિથ્યાષ્ટિ જીવ તે કાર્ય નિર્ધ્વસપણે કરે છે અથવા ભાવશૂન્યતાથી કરે છે, જ્યારે સમ્યગુદૃષ્ટિ જીવ તે જ કાર્ય કરે ત્યારે જયણાપૂર્વક કરે છે અથવા તો કુણાં પરિણામો સાથે કરે છે.
– આમ કરવાથી સમ્યગુદૃષ્ટિ જીવ પાપ-આરંભ કરે તો પણ તે કર્મનો અલ્પબંધ કરે છે. કેમકે તેના પરિણામોમાં ફેર છે.
– આ બાબતમાં બે પ્રસિદ્ધ દૃષ્ટાંતો છે (૧) જંબૂભક્ષકોનું અને (૨) ગામ લુંટકોનું. આ બંને દૃષ્ટાંતો છ લેયારૂપ આત્માના પરિણામોને જણાવે છે. તેમાં નિર્દયતા અને દયાળતા વચ્ચે કેટલું મોટું અંતર રહેલું છે તે સ્પષ્ટ થાય છે.
૦ જંબૂભક્ષકોના દૃષ્ટાંતે છ લશ્યાની સમજ :
છ પુરુષો માર્ગે જતાં હતા. બહુ પાકેલા જાંબૂના ભારથી જેની શાખાચ નમી ગયેલા છે, તેવું જાંબૂડાનું વૃક્ષ જોઈને બોલ્યા કે ચાલો આપણે જાંબૂડા ખાઈએ. પણ ખાવા કેવી રીતે ?
(૧) પહેલો પુરુષ બોલ્યો કે, વૃક્ષ ઉપર ચડનારને પડી જવાનો ભય રહે છે, માટે વૃક્ષને મૂળથી કાપી નાંખીએ પછી ફળ ખાઈએ.
(૨) બીજો પુરુષ બોલ્યો કે, આવા મહાનું વૃક્ષને શા માટે કાપવું? મોટીમોટી શાખા કાપી લો. પછી જાંબૂડા ખાઈશું.
(૩) ત્રીજો પુરુષ બોલ્યો કે, નાની નાની ડાળી જ કાપીએ તો પણ આપણું કામ થઈ જ જવાનું છે, મોટી ડાળ શા માટે કાપવી ?
(૪) ચોથો પુરુષ બોલ્યો કે, ડાળી શા માટે કાપવી. માત્ર ફળના ગુચ્છા જ તોડોને. આપણે તો જાંબુડા જ ખાવા છે ને ?
(૫) પાંચમો પુરષ બોલ્યો કે, ગુચ્છા શા માટે તોડવા ? તેના કરતાં માત્ર જાંબૂડા જ તોડીને ખાઈએ.
(૬) છઠો પુરુષ બોલ્યો કે ફળ તોડવાની પણ ક્યાં જરૂર છે ? માત્ર નીચે પડેલા જાંબૂડા જ ખાઈએ.
આ દૃષ્ટાંતથી છ લશ્યાને જણાવી છે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ અને શુક્લ. આ લેગ્યા એટલે આત્મપરિણામ જીવોના આત્મપરિણામોને મુખ્ય છે ભાગોમાં વહેચી દઈને અહીં નિર્ધ્વસ કે નિર્દયથી દયાયુક્ત આત્મ પરિણામોના ભેદોને દર્શાવવા આ રૂપક મૂક્યું.
૦ ગામલુંટકોના દૃષ્ટાંતને આધારે આત્મપરિણામકોઈ છ લુંટારાઓએ ગામ લૂંટવાનો નિશ્ચય કર્યો.
(૧) એક લુંટારાએ કહ્યું - ગામમાં જે કોઈ પુરુષ સ્ત્રી, પશુ, બાળક હાથ લાગે તેને મારી નાંખીને ધન લુંટવું.
(૨) બીજા લુંટારાએ કહ્યું - પશુઓને શા માટે મારવા ? જો સામનો કરશે તો મનુષ્યો કરશે, માટે પશુઓને મારવા નહીં.
(૩) ત્રીજા લુંટારાએ કહ્યું, મનુષ્યોમાં સામનો તો પુરુષો જ કરવાના છે,