Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 246
________________ વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૪૧ ૨૪૫ ‘' એટલે સમસ્ત પ્રકારે જીવને જ્ઞાન-દર્શન ગુણોવાળો કરે તે આવશ્યક છે - અથવા - સાન્નિધ્ય ભાવના આચ્છાદના વડે ગુણથી આત્માને વાસિત કરે તે આવાસક અર્થાત્ આવશ્યક કહેવાય છે. આ આવશ્યકને નંદિસૂત્ર, પકિસૂત્ર, આવશ્યક સૂત્ર આદિ આગમોમાં છ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ, (૬) પ્રત્યાખ્યાન આવશ્યક' નામક મૂલસૂત્ર-આગમમાં વર્તમાનકાળે પણ છ અધ્યયનો છે. આ છ અધ્યયનો ઉપર કહ્યા મુજબ જ છે. તેમજ તેના પર ભદ્રબાહુ સ્વામીજી કૃત્. નિર્યુક્તિ, જિનદાસગણિ મહત્તર કૃત્ ચૂર્ણિ અને હરિભદ્રસૂરિજી કૃત્ વૃત્તિ પ્રાપ્ત થાય જ છે. વળી પ્રથમ અધ્યયન પરત્વે મલયગિરિસૂરિજી રચિત વૃત્તિ તેમજ જીનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત્ વિશેષાવશ્યક ભાષ્ય પણ મળે છે. તદુપરાંત ભાષ્યની છુટી-છવાઈ ગાથાઓ પણ વૃત્તિમાં મળે છે. આ ગાથામાં “આવશ્યક' શબ્દથી આ સામાયિક આદિ છે “આવશ્યક'ને જ ગ્રહણ કરવાના છે. અર્થદીપિકા” નામક વૃત્તિમાં રત્નશેખરસૂરિજી જણાવે છે - અહીં “ભાવઆવશ્યક"નું ગ્રહણ કરેલ છે. “દ્રવ્ય આવશ્યક' નહીં. આવશ્યક ક્રિયા બે પ્રકારની છે - (૧) દ્રવ્ય આવશ્યક અને (૨) ભાવ આવશ્યક. – દ્રવ્ય આવશ્યકમાં - શરીરના રક્ષણ અને પોષણ માટે થતી ભોજન, શયન, શૌચ આદિ ક્રિયાઓ સમાવિષ્ટ છે. – ભાવ આવશ્યકમાં - આત્માના રક્ષણ અને શુદ્ધિકરણ માટે થતી સામાયિક, ચતુર્વિશતિ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન ક્રિયાઓ સમાવિષ્ટ છે. – આ છ એ આવશ્યકથી જે વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે, તે વિષયમાં ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૨૯ત્માં ગાથાક્રમ ૧૧૨૧ થી ૧૧૨૬માં એક-એક પ્રશ્નોત્તર છે. તેનો સંક્ષેપ આ રીતે છે – (૧) સામાયિકથી - સાવદ્ય યોગોની વિરતિ થાય છે. (૨) ચતુર્વિશતિ સ્તવથી - દર્શન વિશોધિ થાય છે. (૩) વંદનથી - નીચગોત્ર કર્મનો ક્ષય, ઉચ્ચગોત્ર કર્મબંધ થાય છે. (૪) પ્રતિક્રમણથી - આશ્રવ નિરોધ, શુદ્ધ ચારિત્ર પાલન, સંયમ યોગોમાં સતત જોડાણાદિ પ્રાપ્ત થાય છે. (૫) કાયોત્સર્ગથી - અતિચાર શોધન, પ્રશસ્ત ધ્યાનાદિ થાય છે. (૬) પ્રત્યાખ્યાનથી - આશ્રવ દ્વારા બંધ થઈ જાય છે.

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305