________________
વિંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૪૭
૨૫૭ – રિહંત શબ્દની વ્યાખ્યા માટે સૂત્ર-૧ “નવકારમંત્ર' અને સૂત્ર-૧૩ “નમુત્થણ' સૂત્રો જોવા.
• સિદ્ધાં - સિદ્ધો, સિદ્ધ ભગવંતો.
- “સિદ્ધ' શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧ "નવકારમંત્ર', સૂત્ર-૮ “લોગસ્સ” સૂત્ર-૨૩ “સિદ્ધાણં બુદ્ધાણં' ઇત્યાદિમાં જોવી.
• તાડૂ - સાધુઓ, સાધુ ભગવંતો, મુનિરાજો
– “સાધુ” શબ્દની વ્યાખ્યા સૂત્ર-૧ “નવકારમંત્ર'', સૂત્ર-૧૫ “જાવંત કે વિ' આદિ સૂત્રોમાં જોવી.
• સુi - શ્રત, દ્વાદશાંગી, શ્રતધર્મ • થરમો - ધર્મ, ચારિત્રધર્મ ૦ ૪ કે આ બંને “અને” અર્થમાં વપરાય છે.
- મૃતધર્મ અને ચારિત્રધર્મ સંબંધી ઉલ્લેખ સૂત્ર-૨૨ “પુખરવરદીવડૂઢમાં થયેલો જ છે.
૦ ગાથા-૪૭ના પૂર્વાર્ધ સંબંધે “અર્થદીપિકા વૃત્તિમાં જણાવે છે–
(૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) સાધુ, (૪) પરમાત્મા પ્રરૂપિત દ્વાદશાંગીરૂપ શ્રત અથવા મૃતધર્મ અને (૫) ચારિત્રધર્મ સ્વરૂપ ધર્મ.
– એ પાંચે મારે મંગલરૂપ છે, મને મંગલરૂપ થાઓ.
અહીં ગાથામાં સૂત્રકારે જે “' શબ્દ મૂક્યો છે, તેનાથી સૂત્રમાં મંગલની સાથે લોકોત્તમ અને શરણ બંનેને ગ્રહણ કરવાનું સૂચવે છે. અર્થદીપિકા વૃત્તિમાં કહેલ છે કે, અરિહંત આદિ પાંચને માટે જે “મંગલ” શબ્દ વપરાયો છે તેની સાથે અરિહંતાદિ પાંચે આ લોકમાં ઉત્તમ છે અને અરિહંતાદિ પાંચે મારે શરણરૂપ છે - એ બંનેનો ‘’ પદથી સમુચ્ચય થાય છે, તેમ સમજી લેવું.
- સંથારા પોરિસી આદિમાં “ચત્તારિ મંગલ”, “ચત્તારિ લોગુત્તમા” અને “ચત્તારિ શરણ” એ ગાથાઓ દ્વારા “મંગલ' આદિ ચારને ગણાવેલા છે, અરિહંત, સિદ્ધ, સાધુ, કેવલિ પ્રરૂપીત ધર્મ. તેને બદલે અહીં પાંચ કેમ કહ્યા ? ધર્મ' શબ્દથી મૃતધર્મ અને ચારિત્રધર્મ બંનેનું ગ્રહણ તો થાય જ છે. પછી અહીં બંને અલગ કેમ ?
અહીં મૃતધર્મને અલગ લેવાનું કારણ જણાવતા વૃત્તિકારશ્રી કહે છે કે, જ્ઞાન અને ક્રિયા બંને હોય તો જ મુક્તિ પ્રાપ્ત થાય છે, તે વાતનો વિશિષ્ટ નિર્દેશ કરવા માટે અહીં બંને ધર્મો અલગ કહ્યા છે.
કહ્યું છે કે, ક્રિયા વિનાનું એકલું જ્ઞાન-જાણપણું હણાએલું છે - નકામું છે અને જ્ઞાન વિનાની એકલી ક્રિયા પણ હણાએલી છે. અર્થાત્ જ્ઞાન પાંગળું છે અને ક્રિયા આંધળી છે.
૦ દૃષ્ટાંત :- એક જંગલમાં એક પંગુ જતો હતો અને એક અંધ પણ જતો હતો. જંગલમાં દાવાનળ લાગ્યો. પાંગળો માણસ હતો તેણે જોયું કે દાવાનળ [ 3717