________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૪૧
૨૪૫
‘' એટલે સમસ્ત પ્રકારે જીવને જ્ઞાન-દર્શન ગુણોવાળો કરે તે આવશ્યક છે - અથવા -
સાન્નિધ્ય ભાવના આચ્છાદના વડે ગુણથી આત્માને વાસિત કરે તે આવાસક અર્થાત્ આવશ્યક કહેવાય છે.
આ આવશ્યકને નંદિસૂત્ર, પકિસૂત્ર, આવશ્યક સૂત્ર આદિ આગમોમાં છ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે
(૧) સામાયિક, (૨) ચતુર્વિશતિસ્તવ, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ, (૬) પ્રત્યાખ્યાન
આવશ્યક' નામક મૂલસૂત્ર-આગમમાં વર્તમાનકાળે પણ છ અધ્યયનો છે. આ છ અધ્યયનો ઉપર કહ્યા મુજબ જ છે. તેમજ તેના પર ભદ્રબાહુ સ્વામીજી કૃત્. નિર્યુક્તિ, જિનદાસગણિ મહત્તર કૃત્ ચૂર્ણિ અને હરિભદ્રસૂરિજી કૃત્ વૃત્તિ પ્રાપ્ત થાય જ છે. વળી પ્રથમ અધ્યયન પરત્વે મલયગિરિસૂરિજી રચિત વૃત્તિ તેમજ જીનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત્ વિશેષાવશ્યક ભાષ્ય પણ મળે છે. તદુપરાંત ભાષ્યની છુટી-છવાઈ ગાથાઓ પણ વૃત્તિમાં મળે છે.
આ ગાથામાં “આવશ્યક' શબ્દથી આ સામાયિક આદિ છે “આવશ્યક'ને જ ગ્રહણ કરવાના છે.
અર્થદીપિકા” નામક વૃત્તિમાં રત્નશેખરસૂરિજી જણાવે છે - અહીં “ભાવઆવશ્યક"નું ગ્રહણ કરેલ છે. “દ્રવ્ય આવશ્યક' નહીં.
આવશ્યક ક્રિયા બે પ્રકારની છે - (૧) દ્રવ્ય આવશ્યક અને (૨) ભાવ આવશ્યક.
– દ્રવ્ય આવશ્યકમાં - શરીરના રક્ષણ અને પોષણ માટે થતી ભોજન, શયન, શૌચ આદિ ક્રિયાઓ સમાવિષ્ટ છે.
– ભાવ આવશ્યકમાં - આત્માના રક્ષણ અને શુદ્ધિકરણ માટે થતી સામાયિક, ચતુર્વિશતિ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન ક્રિયાઓ સમાવિષ્ટ છે.
– આ છ એ આવશ્યકથી જે વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે, તે વિષયમાં ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૨૯ત્માં ગાથાક્રમ ૧૧૨૧ થી ૧૧૨૬માં એક-એક પ્રશ્નોત્તર છે. તેનો સંક્ષેપ આ રીતે છે –
(૧) સામાયિકથી - સાવદ્ય યોગોની વિરતિ થાય છે. (૨) ચતુર્વિશતિ સ્તવથી - દર્શન વિશોધિ થાય છે. (૩) વંદનથી - નીચગોત્ર કર્મનો ક્ષય, ઉચ્ચગોત્ર કર્મબંધ થાય છે.
(૪) પ્રતિક્રમણથી - આશ્રવ નિરોધ, શુદ્ધ ચારિત્ર પાલન, સંયમ યોગોમાં સતત જોડાણાદિ પ્રાપ્ત થાય છે.
(૫) કાયોત્સર્ગથી - અતિચાર શોધન, પ્રશસ્ત ધ્યાનાદિ થાય છે. (૬) પ્રત્યાખ્યાનથી - આશ્રવ દ્વારા બંધ થઈ જાય છે.