________________
૨૪૪
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૩
પોતાના સર્વે પાપોની કબુલાત કરીને - એકરાર કરીને તેમજ પોતાના પાપ-કાર્યોની આત્મ સાક્ષીપૂર્વક નિંદા કરે છે ત્યારે તે પોતાના પાપનો ભાર ઉતારી દે છે. પશ્ચાત્તાપ દ્વારા તેમજ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવા પૂર્વક તે અત્યંત હળવો - ભાર રહિત બને છે.
જો કે આ આલોચનાદિ ગીતાર્થ ગુરુ પાસે જ થવા જોઈએ. બીજું આવી આલોચના કરનારે પોતે જ પોતાની જાતે પોતાના પાપોનો એકરાર નિઃશલ્યપણે કરેલો હોવો જોઈએ.
નિશીથચૂર્ણિમાં કહેવું છે કે, “પાપનું જે પ્રતિસેવન થઈ જાયતે દુષ્કર નથી, પણ તેની જે આલોચના કરવી તે દુષ્કર છે, વળી પાપરૂપ શલ્ય મહાઅનર્થકારી છે.
જો આલોચના કરે તો તેના ફળને વર્ણવતા કહ્યું છે કે
– ગુરુ પાસે પાપપંકોને સમ્યક્ પ્રકારે આલોચીને અનંત આત્માઓ અવ્યાબાધ એવા શાશ્વત સુખને પામ્યા છે - જેમ પોતાના સ્વામી રાજાની પત્ની અને પોતાની બહેનમાં આસક્ત બની સ્વામીનું રાજ્ય છળકપટથી ગ્રહણ કરવા રૂપ દ્રોહ વગેરે કરનાર ચંદ્રશેખર રાજા પોતાનાં તે ઘોર પાપની યથાર્થ આલોચના લઈ ચાસ્ત્રિ ગ્રહણ કરીને મુક્તિ પામ્યા.
૦ ગાથા-૪૦માં આલોચનાનો લાભ જણાવ્યા બાદ હવે ગાથા-૪૧માં પ્રતિક્રમણથી મોક્ષફળની પ્રાપ્તિરૂપે પ્રતિક્રમણના માહાભ્યને સૂત્રકારશ્રી જણાવે છે.
- જો કે શ્રાવક કદાચ (સાવદ્ય આરંભને કારણે) – બહુ પાપ રજમય-પાપકર્મવાળો થઈ જાય તો પણ– – આ છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ વડે – અલ્પકાળમાં ભવદુઃખોનો અંત કરે છે. અર્થાત્ - મોક્ષ પામે છે.
આ જ કથનને સૂત્રકારના શબ્દો દ્વારા થોડાં વિસ્તારપૂર્વક હવે આ વિવેચનમાં રજૂ કરેલ છે–
• સાવિલ્સન - આવશ્યક વડે, પ્રતિક્રમણ વડે. - અવશ્ય કરવા યોગ્ય તે આવશ્યક' – વિશેષાવશ્યક ભાષ્યમાં આવશ્યકના એકાર્થક શબ્દો કહ્યા છે
(૧) આવશ્યક, (૨) અવશ્યકરણીય, (૩) ધ્રુવ, (૪) નિગ્રહ, (૫) વિરોધિ, (૬) અધ્યયનષદ્ધ, (૭) વર્ગ, (૮) ન્યાય, (૯) આરાધના, (૧૦) માર્ગ. આ દશે (આવશ્યકના) પર્યાય શબ્દો છે.
– “સાધુએ અને શ્રાવકે રાત્રિના અને દિવસના અંતે અવશ્ય કરવા યોગ્ય છે, તે કારણથી આ “આવશ્યક" કહેવાય છે.
– જે કારણથી અવશ્ય કરવા યોગ્ય છે, તે કારણથી તે આવશ્યક છે, અથવા આવશ્યક પદમાં ‘’ શબ્દ મર્યાદા અને અભિવિધિ અર્થનો વાચક છે, તેથી મર્યાદા અને અભિવિધિ વડે ગુણોનો આધાર તે આવશ્યક છે - અથવા -