________________
વંદિતુ-સૂત્ર-વિવેચન-ગાથા-૪૦
૨૪૩
– પરમાત્માએ તેણીને જે પ્રાયશ્ચિત્ત જણાવ્યું તે કઠોર પ્રાયશ્ચિત્ત પણ તેણીએ અંગીકાર કર્યું. દશ વર્ષ પર્યન્ત છટ્ઠ, અઠમ, ચાર, પાંચ આદિ ઉપવાસનો ક્રમ અને પારણે છ વિગઈનો ત્યાગ, બે વર્ષ એકાંતર ઉપવાસ, બે વર્ષ માત્ર ભુજેલા ચણા જ, ૧૬ વર્ષ સુધી માસક્ષમણને પારણે માસક્ષમણ અને વશ વર્ષ સુધી આયંબિલ એમ ૫૦ વર્ષ લક્ષ્મણા આર્યાએ તપ કર્યો તો પણ તેણીની શુદ્ધિ ન થઈ. અનેક ભવો સુધી ભ્રમણ કરી વિકૃષ્ટ દુઃખોને ભોગવ્યા. આવતી ચોવીસીમાં તે મોક્ષે જશે.
- માટે આલોચના ગીતાર્થ ગુર સમક્ષ જાતે જ લેવી. ૦ હેફ - થાય છે. • મોજ-રો - ઘણો ખાલી થવાથી હળવો થયેલો.
– તિ + રિવું એટલે ખાલી થવું. તે પરથી તિરે શબ્દ બન્યો. તેનો અર્થ છે “ઘણો ખાલી થયેલો.”
– ધુ% - હળવો થયેલો છે તે – અતિશય હળવો થયેલો એવો તે “અઈરેગ લડુઓ' - આ પદોનો સંબંધ બે વાકયો સાથે જોડાયેલા છે– (૧) “ભાર ઉતારેલા મજૂર' સાથે - જેની હવે વ્યાખ્યા કરાશે. (૨) “આલોચના-નિંદા કરેલ મનુષ્ય” સાથે. જેની વ્યાખ્યા કરી છે. -(૧) ભાર ઉતરી જવાથી જેમ મજૂર ઘણો જ હળવો થઈ જાય છે. -(૨) તેમ આલોચના-નિંદા કરવાથી મનુષ્ય પણ હળવો થાય છે. • મહરિ૩ મલ્વે મારવો - ઉતારેલા ભારવાળા મજુર જેવો. ૦ મોહરિ - અપહૃત, ઉતારેલા, ઉતારી નાંખેલા. ૦ મÖ - જેમ ભારને, ભાર જેવો. ૦ મારવ - ભારવાહક, મજૂર, જે ભારનું વહન કરે છે તે.
- જેણે ભાર ઉતારી નાખ્યો છે, તેના જેવો અથવા પોતાનો ભાર જેણે ઉતારી દીધેલ છે, તે મજૂર જેવા.
૦ ગાથાનો રહસ્યાર્થ :
આલોચના અને નિંદા આદિની જેમાં ઘણી જ મહત્તા રહેલી છે, તેવી આ પ્રતિક્રમણ ક્રિયા મનુષ્યને કઈ રીતે ઉપયોગી છે, એ વાતને આ ગાથા દ્વારા જણાવવામાં આવી છે.
જેમ કોઈ ભારવાહક કે મજૂર હોય, માથા પર ઘણો વધારે બોજ લઈને જતો હોય, લાંબો પથ કાપ્યા પછી જ્યારે તે બોજાને નીચે ઉતારી દે છે, ત્યારે તે હળવાપણાનો અનુભવ કરે છે, હાશકારો થાય છે. આરામ અને સુખની લાગણી અનુભવે છે.
T બસ એ જ રીતે કોઈ મનુષ્ય હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર ઇત્યાદિ સર્વે પાપનો બોજો લઈને ફરતો હોય, જ્યારે તે ગીતાર્થ ગુરુ ભગવંત સમીપે જઈને