________________
૨૪૨
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
– “નિંદા' મુખ્યત્વે આત્મ સાક્ષીએ કરાતી ક્રિયા છે, જ્યારે તે ગુરુ સાક્ષીએ કરવામાં આવે ત્યારે તેને “ગર્તા' કહેવાય છે તો પણ અહીં તે શબ્દને સાથે જોડી દઈએ તો તેનો અર્થ ગુરુની સમક્ષ આત્મનિંદા કરવી તેવો પણ થઈ શકે.
– “નિંદા' શબ્દ પ્રતિક્રમણના એક પર્યાય રૂપે પણ કહેવાયો છે. જેને આત્મકુત્સા' કહે છે.
– આવશ્યક વૃત્તિમાં નિંદાનો અર્થ ‘કુત્સા' પણ કર્યો છે અને ગુરુ સમક્ષ જ પોતાની બહેલણા કરવી તેવો પણ કર્યો છે.
– ભગવતીજી વૃત્તિમાં “નિંદા'નો અર્થ કરતા કહ્યું છે કે, મન વડે જ કુત્સા કરવી અથવા આત્મા વડે જ આત્મદોષોની સર્વથા કુત્સા-જુગુપ્સા કરવી તે નિંદા.
• ગુ-સાતે - ગુરુની સમીપે, ગુરુ-સમક્ષ.
– ગુરુ શબ્દથી અહીં ગીતાર્થ ગુરુ સમજવાના છે. કારણ કે આલોચના : હંમેશા ગીતાર્થની પાસે જ થાય છે. આલોચના દેવાનો અધિકાર પણ ગીતાર્થોનો જ છે. અગીતાર્થ પાસે આલોચના કરાતી નથી અને અગીતાર્થ પાસે જો આલોચના કરવામાં આવે તો આલોચકની શુદ્ધિ પણ થતી નથી.
– મર્થલીપિકા વૃત્તિમાં આ વાત સમજાવવા પ્રશ્ન કર્યો છે કે
પાપની જે આલોચના કે નિંદા કરાય તો તે સમ્યક્ પ્રકારે ક્યાં થાય ? કોની પાસે થાય ?
જો આલોચના અગુરૂ કે અગીતાર્થ વગેરેની પાસ કે પોતાની મેળે જ કરવામાં આવે તો તેમાં શુદ્ધિનો અભાવ હોવાથી - ગીતાર્થ એવા ગુરુ પાસે જ આલોચનાદિ કરવા જોઈએ.
– વૃત્તિકારે આ વિષયમાં એક સાક્ષીપાઠ આપીને જણાવ્યું છે–
અગીતાર્થ ગુરુ પ્રાયશ્ચિત્તની વિધિને જાણતા નથી, તે કારણે ઓછું કે અધિક પ્રાયશ્ચિત્ત આપે છે. તેથી પોતાને અને આલોચના કરનારને પણ સંસારમાં પાડે છે.
– પાપશુદ્ધિ આપ મેળે કરે તો તીવ્ર તપ કરતા પણ શુદ્ધિ થતી નથી. આ વિષયમાં શ્રી મહાનિશીથ સૂત્ર નામક આગમમાં લક્ષ્મણા આર્યાનું દૃષ્ટાંત અપાયેલ છે. તેનો સંક્ષેપ
આ ચોવીશીથી ૮૦ ચોવીશી પૂર્વે કોઈ રાજાની લક્ષ્મણા નામની પુત્રી લગ્ન સમયે જ વિધવા થઈતેણીએ તીર્થકર સમીપે દીક્ષા અંગીકાર કરી. કોઈ વખતે અંતરાયના કારણે વસતિમાં એકલા રહેલા લક્ષ્મણા આર્યાએ ચકલા-ચકલીનું મૈથુન જોઈને વિચાર્યું કે - ભગવંતે મૈથુનનો નિષેધ કેમ કર્યો હશે ? અથવા ભગવંત તો અવેદી છે, તેને સવેદીના સુખ-દુઃખની શી ખબર પડે ? ઇત્યાદિ દુર્ગાન ચિંતવ્ય. પછી તેણીને પસ્તાવો થયો કે, મેં આ ઘણું જ અશુભ ચિંતવ્યું. પણ લજ્જા આદિ કારણે તેણીએ આ દુર્ગાનની આલોચના બીજાના નામે લીધી. “પોતે જ આવું અશુભ ચિંતવ્ય છે" - એમ કહી આલોચના ગ્રહણ કરી નહીં.