________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૪૦
૨૪૧
બીજું હિંસા, અસત્ય, ચોરી વગેરે જે પાપના હેતુઓ કહ્યા છે. તેને પણ અર્થદીપિકા ટીકામાં પાપ જ કહ્યા છે. આવા પાપોને કરનારો તે “કૃપાપ” કે પાપી' કહેવાય છે.
૦ વિ - પણ • મજુસ્સો - મનુષ્ય - પુરુષ સ્ત્રી કે નપુંસક.
– વૃત્તિકાર મહર્ષિ જણાવે છે કે અહીં મનુષ્ય શબ્દથી સ્ત્રી, પુરુષ કે નપુંસક એવા મનુષ્યોનું જ ગ્રહણ કરવું. પરંતુ તિર્યંચ, દેવ કે નારકીનું ગ્રહણ કરવું નહીં. (કેમકે પ્રતિક્રમણને સવિધિ કરવાની યોગ્યતા કેવળ મનુષ્યોની જ છે.)
• સારૂ નિરિ ગુરુ-સમારે - ગુરુની સમીપે આલોચના કરીને અને (આત્મસાક્ષીપૂર્વક) નિંદા કરીને.
૦ માનોફર્મ નું સંસ્કૃત રૂપાંતર વાનોળે થાય છે. જે મા + નોર્ નું સંબંધક ભૂતકૃદંત છે.
૦ ભગવતીજી સૂત્રમાં ૧૭માં શતકમાં, ત્રીજા ઉદ્દેશોમાં એક સૂત્રની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિજી મહારાજ આલોચના' શબ્દની વ્યાખ્યા કરતા આ પ્રમાણે કહે છે – ‘આ’ એટલે મર્યાદાપૂર્વક સઘળા દોષોની અને ‘નોના' એટલે ગુર આગળ પ્રકાશના અર્થાત્ સ્પષ્ટકથન કે પ્રગટ કથન કરવું તે “આલોચના' કહેવાય છે.
૦ ધર્મસંગ્રહમાં પણ ‘આલોચના' પદની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, મા એટલે અપરાધની મર્યાદાપૂર્વક આચાર્ય વગેરેની સમીપે નોરના - નિરીક્ષણ કરવું તે આલોચના.
– આલોચના શબ્દના એકાર્થક કે પર્યાય શબ્દોને જણાવતા કહ્યું છે કે, આલોચન, વિકટના, શુદ્ધિ, સદ્ભાવ-દાપના, નિંદા, ગર્તા, વિકુન અને શલ્યોદ્ધાર એ બધાં એકાર્થક શબ્દો છે.
– સાવરયવૃત્તિ મુજબ આલોચના એટલે મિથ્યાદુકૃત્
– વ્યવહારમાંષ્ય ની વૃત્તિમાં આલોચનાનો અર્થ કર્યો છે -- ગુરુની સમીપે વચન દ્વારા સર્વ કંઈ પ્રગટ કરવું તે
- ઉત્તરાધ્યયન વૃત્તિ મુજબ આલોચના એટલે આત્મદોષોની અર્થાત્ પોતાના દોષોનું ગુર સમીપે પ્રકાશન કરવું તે.
૦ નિષિ - શબ્દનું સંસ્કૃત રૂપાંતર છે નિક્તિત્વા એટલે કે નિંદા કરીને. નિંદુ ક્રિયાપદનું આ સંબંધક ભૂતકૃદંતનું રૂપ છે.
- નિંદા એ એક પ્રકારની જુગુપ્સા છે. આ નિંદાના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે પ્રકારો-ભેદો છે.
- પ્રશસ્ત નિંદા - સ્વશુદ્ધિને અર્થે પોતાની ભૂલોની નિંદા કરવી તેને પ્રશસ્ત નિંદા કહેવાય છે.
– અપ્રશસ્ત નિંદા - કેપ આદિને કારણે અન્ય લોકોની જે નિંદા કરવી તેને અપ્રશસ્ત નિંદા કહેવાય છે. [ [16]